ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Updated : શુક્રવાર, 5 જૂન 2020 (21:10 IST)

ચંદ્રગ્રહણ પછી કરો આ ઉપાય, ખુલી જશે ભાગ્ય ધનની સમસ્યા થશે દૂર

જ્યોતિષ મુજબ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહો સંબંધિત કોઈ અવરોધ છે  તો તેને ધનની સમસ્યાનો સામનો કરવો પડે છે. પણ જ્યોતિષ શાસ્ત્રમાં આ પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે અનેક ઉપાય બતાવ્યા છે.  જ્યોતિષ મુજબ જો તમે ચંદ્ર ગ્રહણના દિવસે કેટલાક ખાસ ઉપાય કરશો તો કહેવાય છે કે તમારા જીવનની દરેક સમસ્યા દૂર થશે અને તમારુ ભાગ્ય ખુલી જશે. 
 
તો આવો જાણીએ ચંદ્ર ગ્રહણ પછી કરવામાં આવતા ઉપાયો વિશે.. 
 
-જ્યોતિષશાસ્ત્ર મુજબ પૂજા પાઠમાં ચોખાનુ ખૂબ મહત્વ બતાવ્યુ છે. દેવી દેવતાઓની પૂજા દરમિયાન તેમને ચોખા અર્પિત કરવામાં આવે છે. તેથી તમે ચંદ્રગ્રહણ પછી ભગવાનને ચોખા અર્પિત કરો તેનાથી ઈશ્વરનો સાથ સદૈવ તામારી સાથે રહેશે અને ચંદ્ર ગ્રહણથી મળનારા અશુભ પ્રભાવ દૂર થઈ જશે. 
 
- જો ધન સંબંધિત કાર્યોમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે તો આ માટે તમે ચંદ્ર ગ્રહણના બીજા દિવસએ સવારએ જલ્દી ઉથો અને તમારા બધા કાર્ય પૂરા કર્યા પછી લાલ રંગનુ રેશમી કપડુ લો. આ લાલ કપડામાં તમે પીળા ચોખાના 21 અખંડિત દાણા મુકી દો. તેમા કોઈપણ ચોખાનો દાણો તૂટેલો ન હોવો જોઈએ. 
 
આ માટે પહેલા ચોખાને હળદરથી પીળા કરીને તેને લાલ રંગના રેશમી કપડામાં બાંધી લો. હવે તમારે માતા લક્ષ્મીની વિધિ પૂર્વક પૂજા કરવી પડશે અને લાલ કપડામાં બાંધેલા ચોખા પણ માતા લક્ષ્મી સમક્ષ મુકો.  જ્યારે તમારી પૂજા સમાપ્ત થઈ જાય ત્યારે તમે આ લાલ કપડામાં બાંધેલા ચોખાને તમારા પર્સમાં સંતાડીને મુકી રાખો. તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે અને ધનની પરેશાની દૂર થઈ જશે. 
 
-  તમે ચંદ્ર ગ્રહણ પછી શિવલિંગ પર ચોખા અર્પિત જરૂર કરો.  આ ઉપાય કરવાથી ધન સંબંધિત પરેશાની દૂર થશે.  જો તમારા ઘરમાં પૈસા સાથે જોડાયેલ સમસ્યા થઈ રહી છે તો તમે આ માટે અડધો કિલો ચોખા લઈને કોઈ એકાંતમાં શિવલિંગ પાસે બેસી જાવ અને શિવલિંગ પર એક મુઠ્ઠી ચોખા અર્પિત કરો. બચેલા ચોખા તમે કોઈ ગરીબ વ્યક્તિને દાન કરી શકો છો. ત્યારબાદ આ ઉપાય તમે પૂનમ પછી આવનારા દરેક સોમવારે કરો. જો તમે  સતત 5 સોમવાર આ ઉપાય કરશો તો ધન પ્રાપ્તિના માર્ગ ખુલી જશે. 
 
- જો તમે ઓફિસમાં કોઈ પ્રકારની પરેશાનીનો સામનો કરી રહ્યા છો કે પછી નોકરીની શોધમાં ઘણા લાંબા સમયથી ભટકી રહ્યા છો તો આ માટે તમે ચંદ્રગ્રહણ પછી મીઠા ચોખા બનાવીને કાગડાઓને ખવડાવી શકો છો.  
 
- જો કોઈ વ્યક્તિને પિતૃ દોષ લાગી ગયો છે તો તેના કારણે તેના કામકાજમાં ઘણા અવરોધ ઉભા થવા માંડે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે ચંદ્ર ગ્રહણ પછી ચોખાની ખીર અને રોટલી બનાવીને કાગડાઓને ખવડાવો તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને રોકાયેલા કાર્ય બનવા માંડે છે. 
 
05 જૂન 2020 ચંદ્રગ્રહણનો સમય 
 
આ ગ્રહણ શુક્રઆર શનિવાર વચ્ચે રાત્રે 11 વાગીને 16 મિનિટથી શરૂ થશે અને 2 વાગીને 34 મિનિટ સુધી રહેશે.  આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જયેષ્થ નક્ષત્રમાં રહેવાનો છે.