સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (07:56 IST)

ઓગસ્ટ મહિનાના અંત સુધી આ રાશિના જાતકોને થશે લાભ અને મળશે સફળતા, ગ્રહ-નક્ષત્ર આપી રહ્યા છે સંકેત

ઓગસ્ટ મહિનામાં અનેક મોટા ગ્રહોએ રાશિ પરિવર્તન કર્યુ છે  મહિનાના અંત સુધીમાં કેટલાક ગ્રહોનું પરિવર્તન  થશે. 17 મી ઓગસ્ટ 2021 ના ​​રોજ સૂર્ય પોતાની રાશિ સિંહમાં પરિવર્તન કરશે. બુધ પોતાની રાશિ બદલીને સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. . બુધ સિંહ રાશિમાંથી બહાર જશે અને રાશિ બદલતી વખતે કન્યા રાશિમાં પરિવર્તન કરશે. બુધનું પરિવર્તન  26 ઓગસ્ટની સવારે 11:08 કલાકે થશે. જાણો ઓગસ્ટ મહિનામાં ગ્રહો અને નક્ષત્રોની ચાલ બદલવાથી કઈ રાશિઓને થશે લાભ. 
 
1. મેષ રાશિ - મેષ રાશિના જાતકો માટે 31 ઓગસ્ટ સુધીનો સમય શાનદાર રહેવાનો છે. આ દરમિયાન તમને કોઈ મોટી સફળતા મળી શકે છે. તમારા અટકેલા કાર્ય પુરા થઈ શકે છે. 
2. મિથુન રાશિ - ઓગસ્ટ મહિનો તમારે માટે લાભકારી સાબિત થશે. મહિનાના અંત સુધી તમને શુભ સમાચાર મળી શકે છે. વેપારીઓને નફાનો યોગ બનશે. 
3. તુલા રાશિ - તમને કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો સાથ મળશે. ભાગ્યોદય થવાની આશા છે. વેપારીઓને ધન લાભ થઈ શકે છે. આરોગ્ય ઉત્તમ રહેશે. 
4. સિંહ રાશિ - સિંહ રાશિના જાતકોને ઓગસ્ટ મહિનના અંત સુધી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. આ દરમિયાન 
તમે ખુશ અને સંતુષ્ટ રહેશો.