ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : ગુરુવાર, 10 જૂન 2021 (19:22 IST)

ભારતમાં સૂર્ય ગ્રહણ પુરુ, ઘરમાં બરકત જોઈએ છે તો સૂર્યગ્રહણ પછી કરી લો આ 5 કામ

આજનુ સૂર્ય ગ્રહણ 10 જૂનના રોજ બપોરે 1 વાગીને 42 મિનિટથી શરૂ થઈને સાંજે 6 વાગીને 41 મિનિટ સુધી હતુ.  આજનુ સૂર્ય ગ્રહણ વલયાકાર ગ્રહણ હતુ.  વલયાકર સૂર્ય ગ્રહણને રિંગ ઓફ ફાયરના નામથી પણ ઓળખવામાં આવે છે.  કારણ કે આ દરમિયાન આકાશમાં સૂર્ય એક આગની અંગૂઠીની જેમ ચમકતો જોવા મળે છે.  જો કે આ નજારો થોડોક જ સમયનો હોય છે. આ ગ્રહણ ત્યારે થાય છે જયારે ચંદ્રમાં સૂર્યના સંપૂર્ણ ભાગને પોતાની છાયાથી ઢાંકી નથી શકતો. આ સ્થિતિમાં સૂર્યનો બહારનો ભાગ પ્રકાશિત રહે છે.  એટલે કે જ્યારે ચંદ્ર સૂર્યની સામે આવતા તેને આ રીતે ઢાંકી દે છે કે સૂર્ય વચ્ચેથી તો ઢંકાયેલો લાગે છે પણ તેની કિનારે રોશનીની એક રિંગ કે અંગુઠી બનતી જોવા મળે છે તો તેને વલયાકાર સૂર્ય ગ્રહણ કહે છે. 
 
આવો જાણીએ ગ્રહણ પછી તરત જ શુ કરશો 
 
1. ગ્રહન પહેલા અને ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન કરો. પવિત્ર નદીઓ અને સંગમોમાં સ્નાન કરવાનુ વિધાન છે, પરંતુ કોરોનાકાળમાં આપ ઘરમાં જ પાણીમાં થોડુ ગંગાજળ નાખીને સ્નાન કરી શકો છો.  માન્યતામુજબ ગર્ભવતી સ્ત્રીઓએ પણ ગ્રહણ બાદ સ્નના કરવુ જોઈએ. આવુ ન કરવાથી શિશુને ત્વચા સંબંધી પરેશાની થઈ શકે છે. 
 
2. ગ્રહણ ખતમ થયા બાદ મંદિર અને ઘરની સફાઈ કરો 
 
3. સાથે જ ભગવાનના વસ્ત્ર વગેરેની પણ સફાઈ કરીને નવા વસ્ત્ર પહેરવો. ઈશ્વની આરાધના કરો 
 
4. ગ્રહણ બાદ ગાયને ઘાસ, પક્ષીઓને અનાજ, ગરીબને વસ્ત્રદાનથી અનેકગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે. 
 
5. સૂર્ય ગ્રહણ ઉપરાંત ગરીબોને દાન કરો. માન્યતા છે કે સામાન્ય દિવસથી ગ્રહણમાં કરવામાં આવેલ પુણ્ય કર્મ (જાપ, ધ્યાન, દાન વગેરે) 1 લાખ ગણુ અને સૂર્ય ગ્રહણમાં 10 લાખ ગણુ ફળદાયી હોય છે.