સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 4 ડિસેમ્બર 2021 (08:16 IST)

Solar Eclipse 2021 - ગ્રહણના સમયે શું કરવુ શું ન કરવું

વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ 4 ડિસેમ્બર થશે. આ સૂર્યગ્રહણ વલયાકાર હશે. આ દરમિયાન, આકાશમાં રીંગ ઑફ ફાયરનો અદભૂત નજારો જોવા 
મળશે. સૂર્યગ્રહણ ઉત્તર અમેરિકા, યુરોપના ઉત્તરીય ભાગ, એશિયાના ઘણા શહેરો, ઉત્તર કેનેડા અને મોટાભાગના રશિયામાં દેખાશે.
 
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ધનુ રાશિ અને સિંહ રાશિના લોકો માટે શુભ છે. આ ગ્રહણની અસરથી, તેઓને તેમની કારકિર્દીમાં સફળતા મળશે અને ધન લાભના યોગ છે. જ્યારે શનિની સાડે સાતીથી પીડિત રાશીઓ 
 
કુંભ, ધનુ અને મકર અને શનિ ઢૈય્યાથી પીડિત મિથુન અને તુલા રાશિવાળા લોકો માટે કષ્ટદાયક સાબિત થઈ શકે છે. તમે સૂર્ય ગ્રહણ લાઈવ જોઈ શકો છો

ગ્રહણના સમયે શું કરવુ 
1. ગ્રહણ શરૂ થતા પહેલા પોતાને શુદ્ધ કરી લો. ગ્રહણ શરૂ થતા પહેલા સ્નાન વગેરે કરી લેવો શુભ ગણાય છે
2. ગ્રહણકાળમાં તમારા ઈષ્ટ દેવ કે દેવીની પૂજા અર્ચના કરવી શુભ હોય છે. 
3. સૂર્યગ્રહણમાં દાન કરવુ ખૂબ શુભ ગણાય છે. ગ્રહણ સમાપ્ત થતા પછી ઘરમાં ગંગા જળનો છટકાવ કરવો જોઈએ. 
4. ગ્રહણ પૂરા થયા પછી એક વાર ફરીથી સ્નાન કરવો જોઈએ કહીએ છે કે આવુ શુભ ફળની પ્રાપ્તિ હોય છે. 
5. ગ્રહણ કાળના સમયે ખાવા પીવાની વસ્તુઓમાં તુલસીના પાન નાખવા જોઈએ. 
 
સૂર્યમંડળનો સૂર્ય મુખ્ય ગ્રહ
સૂર્ય એ આપણા સૌરમંડળનો મુખ્ય ગ્રહ છે. પૃથ્વી તેની ધરી પર ફરે છે. આ સાથે, પૃથ્વી પણ સૂર્યની આસપાસ ફરે છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. આ ચક્રમાં આખા વર્ષ દરમિયાન થાય છે, જ્યારે પણ 
 
ચંદ્ર ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે. આ સમય દરમિયાન સૂર્ય આંશિક અથવા સંપૂર્ણપણે દેખાવાનું બંધ કરે છે.
 
સૂર્યગ્રહણ એટલે શું?
સૂર્યગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. જ્યારે કોઈ ખગોળીય પિંડ પૂર્ણ કે આંશિક રૂપથી કોઈ બીજા પિંડથી ઢંકાઈ જાય છે તો ગ્રહણની ઘટના હોય છે. ગ્રહણમાં ચંદ્ર અને સૂર્યની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
 
બપોરે વૃષભ રાશિના લોકો પર સૌથી વધુ અસર પડશે-
સૂર્યગ્રહણની મહત્તમ અસર વૃષભ પર જોવા મળશે. આ દિવસે ચંદ્ર વૃષભ પર સંચાર કરશે. તેથી, આ રાશિના લોકોએ તેમના આરોગ્યની સંભાળ રાખવી પડશે. આ સિવાય પૈસાના મામલામાં પણ ધ્યાન રાખવું પડશે. મૃગશીરા નક્ષત્ર સૂર્યગ્રહણ દરમિયાન રહેશે.
 
રીંગ ઑફ ફાયર શું છે-
ચંદ્રની છાયાને કારણે સૂર્યનો મધ્ય ભાગ ઢંકી જાય છે પણ તેના કિનારથી રોશની નિકળે છે આ સ્થિતિમાં સૂર્યની આજુબાજુ રિંગ જેવા આકાર દેખાય છે. આ ઘટનાને રીંગ ઑફ ફાયર કહેવાય છે. 

આ 7 કામ ન કરો
1. સૂર્યગ્રહણના સમયે ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે.
2. કોઈ નવું કામ શરૂ ન કરો અને માંગલિક કાર્ય પણ ન કરો.
3. નખ કરડવા, કાંસકો મારવો વર્જિત માનવામાં આવે છે.
4. ગ્રહણ દરમિયાન વ્યક્તિએ સૂવું ન જોઈએ.
5. છરીઓ અથવા તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં.
6. ગ્રહણ પહેલા રાંધેલા ભોજનમાં તુલસીના પાન નાખો.
7. ગ્રહણ સમયે ઘરના મંદિરના દરવાજા બંધ કરી દો.
 
આ ગ્રહણ દરમિયાન કરો
1. ગ્રહણ સમયે ઈષ્ટદેવની પૂજા કરો. તેના મંત્રોનો જાપ કરો.
2. સૂર્યગ્રહણમાં દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
3. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરો.
4. ગ્રહણ સમાપ્ત થયા પછી ઘરની સફાઈ કરો.
5. ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.