શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Surya Grahan 2021 : વર્ષના પ્રથમ સૂર્યગ્રહણના દિવસે છે વટસાવિત્રી વ્રત અને શનિ જયંતી જાણો શું વ્રત કરી શકાશે?

વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ 10 જૂનને લાગી રહ્યો છે. હિંદુપંચાગ મુજન 10 જૂનને જ્યેષ્ઠ મહીનાની અમાવસ્યા તિથિ છે. આ તિથિ પર શની જયંતી અને વટ સાવિત્રી વ્રત પણ પડે છે. હિંદુ ધર્મમાં શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રતનો ખૂબ વધારે મહત્વ હોય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ વટ સાવિત્રી વ્રત સુહાગન મહિલાઓ તેમના પતિની લાંબી ઉમ્ર અને સંતાન પ્રાપ્તિ માટે રાખે છે. આ પવિત્ર દિવસ શનિદેવનો જન્મોત્સવ પણ ગણાય છે. સામાન્ય રીતે સૂર્યગ્રહણથી 12 કલાક પહેલ સૂતક કાલ માન્ય થઈ જાય છે. જેના કારણે મંદિરમાં પૂજા-પાઠ નહી કરી શકે છે. સૂતક કાલના દરમિયાન મંદિરના દરવાજા બંદ કરાય છે . આ વર્ષ લાગતુ સૂર્યગ્રહણ ભારતમાં નહી જોવાશે. જેના કારણે સૂતક કાળ માન્ય નહી થશે. 
 
કરી શકાશે વટ સાવિત્રી વ્રત 
વર્ષના પ્રથમ સૂર્યગ્રહણ વટ સાવિત્રી વ્રત પણ કરાશે. ભારતમાં સૂર્યગ્રહણના કોઈ અસર નહી પડશે તેથી વિધિ-વિધાનથી ભગવાનની પૂજા અર્ચના કરી શકાય છે. 
 
શનિદેવની કરવી ખાસ પૂજા 
વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણના દિવસે શનિ જયંતી પણ છે.  આ દિવસ શનિદેવની ખાસ પૂજા-અર્ચના કરાય છે. ભારતમાં  સૂતક કાલ માન્ય નથી. જેના કારણે શનિદેવની વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરી શકાય છે. 
 
આ દેશોમાં જોવાશે સૂર્યગ્રહણ 
સૂર્યગ્રહણ ઉત્તરી અમેરિકાના ઉત્તરી ભાઅ યૂરોપ અને એશિયામાં આંશિક, ઉત્તરી કનાડા, રૂસ અને ગ્રીનલેડમાં પૂર્ણ રૂપથી જોવાશે.