બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: મંગળવાર, 20 એપ્રિલ 2021 (11:20 IST)

Shukra uday 2021- મેષ રાશિમાં થયો શુક્રનો ઉદય, આ રાશિવાળાની ચમકશે કિસ્મત

16 ફેબ્રુઆરી 2021ને મકર રાશિમાં ડૂબ્યા પછી હવે શુક્રનો ઉદય થઈ ગયો છે. શુક્રનો ઉદય 18 એપ્રિલના દિવસે રાત્રે 11 વાગીને 08 મિનિટ પર મેષ રાશિમાં થયો છે. શુક્રનો ઉદયની સાથે જ માંગલિક કાર્ય જેમ કે 
લગ્ન, સગાઈ, મુંડન, ઉપનયન સંસ્કાર વગેરેની શરૂઆત થઈ જશે. 20 જુલાઈ સુધી આ મંગળિક કાર્ય થશે. 22 એપ્રિલથી 20 જુલાઈ સુધી લગ્નના કુળ 37 મૂહૂર્ત મળશે. પછી દેવશયની એકાદશીથી 4 મહીના માટે 
આ માંગલિક કાર્ય પર પ્રતિબંધ લાગી જશે. વૃષ અને તુલા રાશિના સ્વામી શુક્ર મીનમાં ઉચ્ચ અને કન્યા રાશિમાં નીચ પ્રભાવના હોય છે. શુક્રના ઉદય થવાના 12 રાશિઓ પર શુ પ્રભાવ પડશે. 
 
મેષ- શુક્રનો ઉદય થવાની સાથે આ રાશિના જાતકોનો આર્થિક પક્ષ મજબૂત થશે. ધનલાભ થશે. લગ્નના યોગ છે. 
 
વૃષ - આ રાશિના લોકો નવુ વાહન કે પછી નવુ મકાન ખરીદી શકે છે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ છે. શુક્રનો ઉદય તમારા માટે લાભદાયક થશે. 
 
મિથુન - લવ લાઈફમાં રોમાંસ વધશે. રૂપિયા પૈસાની સ્થિત પહેલાથી સારી થશે. પણ ખર્ચ પણ વધારે થશે. શિક્ષા ક્ષેત્રમાં કાર્ય કરનારા માટે સારું સમય છે. 
 
કર્ક- જો તમે કોઈ નવું ધંધો શરૂ કરવા ઈચ્છો છો તો તમારા માટે સારું સમય છે. જો પહેલાથી કોઈ ધંધામાં છો તો તમારા માટે લાભદાયક સમય આવી રહ્યો છે. નોકરીથી સંકળાયેલા છો તો અધિકારીઓના સહકાર મળશે. 
 
સિંહ - આ રાશિના જાતકો માટે નોકરી અને ધંધા માટે સારું સમય છે. જે સમસ્યાઓથી તમે ઝઝૂમી રહ્યા છો, હવે તેનો સમાધાન પણ થઈ જશે. હિમ્મત બનાવી રાખો. પરિજનથી મદદ્ મળશે. 
 
કન્યા- કોઈ બાબતને લઈને કોર્ટ-કચેરી જવાથી સારું છે કે તમે આપમેળે જ પતાવી લો. તમારા આરોગ્યની કાળજી લેવી. યશ અને કીર્તિમાં વૃદ્ધિ થશે. પણ રૂપિયા પૈસાના લેવણ-દેવણમાં સાવધાની રાખવી. 
 
તુલા - શુક્રનો ઉદય તુલા રાશિના લોકો માટે ખૂબ લાભકારી થશે. ધંધામાં લાભના નવા અવસર મળશે. પતિ-પત્નીના વચ્ચે સંબંધ સારા થશે. માન-સન્માન પણ વધશે. 
 
વૃશ્ચિક- આ રાશિના જાતકોને સોચી વિચારીને નિર્ણય લેવાનો સમય છે. ત્વરિતતામાં લેવાયો ફેસલો તમારા માટે પરેશાની પેદા કરી શકે છે. લગ્ન યોગ્ય જાતકોને થોડું વધુ રાહ જોવી પડશે. તમારા વાત અને 
વ્યવહારને નિયંત્રણ રાખવુ. 
ધનુ - તમારા જૂના રોગ કે આરોગ્યથી સંકળાયેલી સમસ્યાઓથી છુટકારો મળશે.  યશ, કીર્તિ અને પદ અને પ્રતિષ્ઠામાં  વૃદ્ધિના યોગ છે. આ સમય તમારા માટે સારું છે. દાંપત્ય જીવનનો આનંદ લેશો. 
 
મકર- શુક્રનો ઉદય થવાની તમારા કાર્યોમાં સફળતા મળશે. નવા મકાન કે વાહન ખરીદવાના યોગ છે. અત્યારે સુધી લગ્ન નહી થયુ છે તો તમારા સંબંધ થઈ શકે છે. 
 
કુંભ - માન સન્માનમાં વૃદ્ધિ થશે. નોકરીમાં તમારા માટે કરેલ કામના વખાણ થશે. માંગલિક કાર્ય અને ઉત્સવમાં શામેલ થઈ શકો છો. પણ થોડી સાવધ રહેવાની જરૂર છે. 
 
મીન- આ રાશિના જાતકોને તેમના આરોગ્યનો ખાસ કાળજી રાખવી. પારિવારિક જીવન ખુશહાળ રહેશે. રૂપિયા-પૈસાથી લઈને લાભની સ્થિતિ બની રહી છે.