સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Modified: સોમવાર, 19 એપ્રિલ 2021 (17:38 IST)

રામનવમી પર જાણો- રામ જન્મની 5 રોચક ઘટનાઓ

ભગવાન પ્રભુ શ્રીરામનો જન્મ વાલ્મીકિ કૃત રામાયણના મુજબ ચૈત્ર મહિના શુક્લપક્ષની નવમીને થયો હતો. આવો જાણી 5 રોચક ઘટનાઓ 
1. રાજા દશરથએ કર્યો હતો પુત્રેષ્ટિ યજ્ઞ- રામચરિતમાસનસના બાળકાંડના મુજબ રાજા દશરથએ પુત્રની કામનાથી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. વશિષ્ટજીએ શ્રૃંગી ઋષિબે બોલાવયા અને તેનાથી શુભ પુત્રકામેષ્ટિ યજ્ઞ 
કરાયો. આ યજ્ઞ પછી કૌશ્લ્યા વગેરે પ્રિય રાણીઓને પુત્ર પ્રાપ્ત થયા. 
 
2. શુભયોગમાં થયુ જન્મ- યોગ, લગ્ન, ગ્રહ, વાર અને તિથિ બધા અનૂકૂળ થઈ ગયા અને ત્યારે શ્રીરામનો જન્મ થયો. પવિત્ર ચૈત્રનો મહીનો હતો. નવમી તિથિ હતી. શુક્લ પક્ષ અને ભગવાનના પ્રિય અભિજીત 
મૂહૂર્ત હતો. બપોરના સમય હતો. ન ઘણી ઠંડી હતી, ન ગરમી હતી. 
 
3. ચારે બાજુ મૌસમ ખુશનુમા થઈ ગયો. તે પવિત સમયે બધા લોકોને શાંતિ આપનારું હતો. જન્મ થતા જ મૂળ અને ચેતન બધા હર્ષથી ભરી ગયા. શીતળ, મંદ અને સુગંધિત પવન વહી રહ્યો હતો. દેવતા હર્ષિત 
હતા અને સંતોના મનમાં ખુશી હતી. પર્વતોના સમૂહ મણીઓથી જગમગાવી રહ્યા હતા અને બધી નદીઓ અમૃતની ધારા વહાવી રહી હતી. 
 
4. દેવતા ઉપસ્થિત થયા- જન્મ લેતા જ બ્રહ્માજી સાથે બધા દેવતા વિમાન સજાવીને પહોંચ્યા. નિર્મલ આકાશ દેવતાઓના સમૂહથી ભરી ગયો. ગંધર્વના દળ ગુણોના ગાન કરવા લાગ્યા. બધા દેવતા રામલલાને 
જોવા પહૉંચ્યા. 
 
5. નગરમાં થયો હર્ષ વ્યાપત- રાજા દશરથએ નંદીમુખ શ્રાદ્ધ કરીને બધા જાતકર્મ સંસ્કાર વગેરે કરાયા. સોનુ, ગૌ, વસ્ત્ર અને મણીઓના દાન આપ્યો. સંપૂર્ણ નગરમાં હર્ષ વ્યાપ્ત થઈ ગયો. ધ્વજા, પતાકા અને 
તોરણોથી નગર છવાઈ ગયો. જે રીતે તે સજાવ્યો ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ હતી. ઘર-ઘર મંગલમય બધાવા વાગવા લાગ્યા. નગરમા સ્ત્રી-પુરૂષના સમૂહ બધા આનંદમય થઈ રહ્યા હતા.