રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (00:33 IST)

16 સપ્ટેમ્બરનુ રાશિફળ - આજે આ જાતકોને ધાર્મિક યાત્રા થવાના યોગ

rashifal
મેષ રાશી (અ.લ.ઇ): સ્વાસ્થ્યની બાબતમા સાચવવુ. ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે. સારા પરિણામો મળશે. આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે. ધાર્મિક કાર્ય કરવાથી લાભ થશે.
 
વૃષભ રાશી (બ.વ.ઉ): જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે તબીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.
 
મિથુન રાશી (ક.છ.ઘ): - સ્વપ્નાઓને સાકાર કરવા ઉત્તમ સમય છે. આવકના નવા સ્ત્રોત મળશે. માનસીક શાંતિનો અનુભવ થશે. કૌટુંબિક સમશ્યાઓનુ સમાધાન થશે. પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી.
 
કર્ક રાશી :- (ડ.હ): ધન અને પરિવારનુ સારુ સુખ મળશે. ખોટા ખર્ચાઓમા સાવધાની રાખવી. પારિવારિક જીવનમા તનાવ જણાશે. કામકાજમા મહેનત પછી સફળતા મળશે.
 
સિંહ :- (મ.ટ): તમારું દાપત્યજીવન સુખમય રહેશે. પ્રવાસના કામકાજથી ફાયદો થશે અને નવા ધંધામાં માટે ઉત્તમ તકો મળશે. સંતાનો પ્રત્યે કાળજી રાખવી. વ્યવસાયને લગતા કામકાજમા સફળતા મળશે.
 
કન્યા :- (પ.ઠ.ણ): વ્‍યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શક 
 
તુલા :- (ર.ત): બીજાની વાતોથી ભ્રમીત ના બનશો. તમારા કામમા જ વિશ્વાસ રાખવો. ધંધામા અને પરિવારમા તનાવ રહેશે. રાજકાજમા વિજયી બનશે. જમીન મકાનને લગતા કાર્યોમા લાભ થશે.
 
વૃશ્ચિક :- (ન.ય): નાના ભાઇઓ, હાથ નિચે કામ કરતા સહયોગીઓથી લાભ થશે. કરેલો પરિશ્રમ ફળદાઇ બનશે. ધંધા વેપારમા આર્થિક લાભ થશે. સામાજીક કાર્યોમા સફળતા મળશે. સંતાનના અભ્યાસમા સુધારો જણાશે.
 
ધન :- (ભ.ધ.ફ.ઢ): જમીનને લગતા કામથી લાભ થશે. ભાગીદારો અને જીવનસાથીનો સહકાર મળશે. નોકરીની નવી તકો અથવા ઓફર મળે. કારણવગરની માથાકુટ કરવાથી નુકશાન થશે. ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે.
 
મકર :- (ખ.જ): શુભ મંગળ કાર્યોનો યોગ. આર્થિક સમસ્‍યાઓ પર કાર્ય થશે. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે
 
કુંભ :- (ગ.શ.સ.ષ): નોકરીયોત ખોટા કારણોમા સંડોવાય નહિ તેનુ ધ્યાન રાખવુ. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વાદ વિવાદથી નુકશાન થશે માટે સાચવવુ. ખોટુ સાહસ અને ઉતાવળ કરવી નહિ આજનો દિવસ ઉતાર ચઢાવવાળો રહેશે.
 
મીન :- (દ.ચ.ઝ.થ): પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. ધંધાકિય કાર્યમાં સફળતા મળશે. ધંધાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણય કરવો. નોકરીયાતને કામમા મહેનત વધશે.