Surya Gochar 2026: ગ્રહોના રાજા સૂર્યનુ મહાગોચર, 17 સપ્ટેમ્બરથી 5 રાશિઓ થશે માલામાલ
surya mahagochar
Surya Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા, આત્મા અને પ્રશાસનિક ક્ષમતાના કારક સૂર્ય દેવ 17 સપ્ટેમ્બર 2026 ના રોજ સિંહ રાશિમાંથી નીકળીને પોતાની મિત્ર રાશિ કન્યામાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા, આત્મા અને પ્રશાસનિક ક્ષમતાનો કારક માનવામાં આવે છે. જ્યારે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરે છે તો તેને કન્યા સંક્રાતિ કહેવામાં આવે છે.
કન્યા રાશિમાં સૂર્યનુ ગોચર લગભગ એક મહિના સુધી એટલે કે 17 ઓક્ટોબર સુધી રહેશે. આ દરમિયાન પહેલા કન્યા રાશિમા રહેલા બુધ ગ્રહ સાથે સૂર્યની યુતિ થશે. જેનાથી ખૂબ જ શુભ બુધાદિત્ય રાજયોગ નુ નિર્માણ થશે. સૂર્યનુ આ ગોચર આ 5 રાશિઓ માટે ખૂબ જ લાભકારી રહેશે. તો આવો જાણીએ લકી રાશિઓ કંઈ છે.
મેષ રાશિ - સૂર્યનો આ ગોચર મેષ રાશિના જાતકો માટે ખૂબ જ લાભકારી રહેશે. નોકરી કરતા લોકોને નવી તક મળશે અને આવકમાં વૃદ્ધિનો પણ યોગ બની રહ્યો છે. વેપારીઓ માટે પણ આગામી એક મહિનો નફાવાળો રહેશે. વેપારમાં લાભ મળી શકે છે. કોઈ નવી અને મોટી ડીલ ફાયનલ થઈ શકે છે. જે લોકો કોઈ નોકરી શોધી રહ્યા છે તેમને એક સારી જોબની ઓફર મળી શકે છે. નવી યોજનાઓ સફળ થશે અને આર્થિક લાભના પ્રબળ યોગ બની રહ્યા છે.
સિંહ રાશિ - સૂર્યનો ગોચર સિંહ રાશિવાળા માટે નાણાકીય લાભ લઈને આવી રહ્યો છે. તમારી રાશિના સ્વામી સૂર્યનુ બીજા (ધન) ભાવમાં ગોચર તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. અટકેલા પૈસા પરત મળી શકે છે. તમારી વાતોની લોકો પર ઊંડી અસર પડશે. જેનાથી કાર્યક્ષેત્ર અને સમાજમાં તમારુ માન સન્માન વધશે. પરિવારના લોકોનો તમને સંમ્પૂર્ણ સહયોગ મળશે અને ધન એકત્ર કરવામાં સફળતા મળશે.
ધનુ રાશિ - ધનુ રાશિના જાતકો માટે સૂર્યનુ ગોચર સકારાત્મક ફેરફાર લઈને આવશે. તમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી અથવા કાર્યસ્થળ પર ઉચ્ચ પદ સોંપવામાં આવી શકે છે. ભવિષ્યમાં નોંધપાત્ર નફો મેળવવા માટે એક નવો વ્યવસાયિક સોદો થઈ શકે છે. જમીન, મકાન અથવા વાહન ખરીદવાની પણ શક્યતા છે. પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીનો માહોલ રહેશે. તમને પૂર્વજોની મિલકતનો લાભ મળી શકે છે. બધા બાકી રહેલા કામ ઝડપથી અને અવરોધો વિના પૂર્ણ થશે.
વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યનુ ગોચર લાભકારી રહેશે. સૂર્ય તમારી રાશિના અગિયારમાં (લાભ) ભાવમાં ગોચર કરશે. તેનાથી તમારી આવકના નવા સ્ત્રોત બનશે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ પૂરી થશે. રોકાણમાં તમને મોટો ફાયદો થઈ શકે છે. કાર્યસ્થળ પર મોટા અધિકારીઓ અને વરિષ્ઠ લોકોનુ પુરૂ સમર્થન મળશે.
મકર રાશિ - મકર રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારી મહેનતનું પૂર્ણ પરિણામ મળશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. લાંબા સમયથી રોકાયેલા ભંડોળ પાછું મેળવવાની પ્રબળ શક્યતા છે. સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે. મજબૂત વ્યવસાયિક નફાની સંભાવના છે. તમને કાર્યસ્થળ પર પ્રમોશન મળી શકે છે. તમને વરિષ્ઠ અધિકારીઓ તરફથી સહયોગ મળશે. રોકાણ કરવા માટે આ સમય ઉત્તમ રહેશે.
સૂર્યને મજબૂત કરવાના ઉપાય
- રોજ સવારે સ્નાન કર્યા બાદ તાંબાના લોટાથી સૂર્યદેવને જળ અર્પિત કરો.
- જળ ચઢાવતી વખતે ૐ સૂર્યાય નમ: કે ૐ ધૃણિ સૂર્યાય નમ: મંત્રનો 11 વાર જાપ કરો
- રવિવાઅરે ગરીબ લોકોને ગોળ અને ફળનુ દાન કરો
- સૂર્યની કૃપા મેળવવા માટે રવિવારનુ વ્રત કરી શકો છો. આ દિવસ મીઠાવાળુ ભોજન કરવામાં આવે છે.