1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Uttar Pradesh Rajya Sabha Elections 2026

UP રાજ્યસભા ચૂંટણી : BJP એ 8 ઉમેદવારોના નામ કર્યુ જાહેર, ધર્મપાલ સિંહને તક, હરદીપ સિંહ પુરીનુ પત્તુ કપાયુ

Rajya Sabha Elections 2026
Rajya Sabha Elections 2026
 
ઉત્તરપ્રદેશમાં થનારી રાજ્યસભા દ્વિવાર્ષિક ચૂંટણી 2026 માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના  ઉમેદવારોના નામનુ એલાન કરી દીધુ છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉત્તર પ્રદેશથી રાજ્યસભાની 8 સીટો માટે ઉમેદવારોના નામો પર અંતિમ મોહર લગાવી દીધી છે. પાર્ટીની તરફથી જાહેર માહિતી મુજબ આ યાદી BJP ના રાષ્ટ્રીય મુખ્યાલય પ્રભારી અને રાજ્યસભા સાંસદ તરુણ ચુગે રજુ કરી છે.  

 
BJP એ આ વખતે ઘણા નવા ચહેરાઓને તક આપી છે. દરમિયાન, વર્તમાન રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ઉત્તર પ્રદેશમાં 10 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી 16 ઓક્ટોબરે યોજાવાની છે.
 

ભાજપે જાહેર કરેલા ઉમેદવારોની યાદી:


 

BJP તરફથી જાહેર 8 રાજ્યસભા ઉમેદવારો વિશે..   

 
ધર્મપાલ સિંહ - ઉત્તર પ્રદેશ સરકારમાં પશુધન મંત્રી અને ભાજપના નેતા. તેઓ બરેલીના અમલા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. તેમણે યોગી આદિત્યનાથ સરકારમાં બે વાર મંત્રી તરીકે સેવા આપી છે.
 
રાધાકાંત ઓઝા - વરિષ્ઠ વકીલ અને અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ. તેઓ પ્રયાગરાજના ખૂબ જ આદરણીય અને વરિષ્ઠ વકીલ છે. તેઓ બે વાર અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને કાયદાકીય અને સામાજિક ક્ષેત્રે એક અગ્રણી વ્યક્તિ છે.
 
પ્રકાશ પાલ - ઉત્તર પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના રાજ્ય પ્રમુખ. અગાઉ, તેમણે કાનપુર-બુંદેલખંડ પ્રદેશ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી હતી. હાલમાં, ઉત્તર પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના રાજ્ય પ્રમુખ તરીકે, તેઓ પક્ષના સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવી રહ્યા છે.
 
વિદ્યાસાગર સોનકર - ભાજપના એક વરિષ્ઠ દલિત નેતા માનવામાં આવે છે. તેઓ ભૂતપૂર્વ સંસદ સભ્ય અને વિધાન પરિષદ (MLC) ના ભૂતપૂર્વ સભ્ય છે. જૌનપુરના વતની સોનકર પાર્ટીમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પણ સંભાળી ચૂક્યા છે, જેમાં રાજ્ય મહાસચિવ અને વિધાન પરિષદના ઉપનેતાનો સમાવેશ થાય છે. તેઓ જૌનપુર (મછલીશહર) ના ભૂતપૂર્વ લોકસભા સાંસદ હતા.
 
ગોપી કૃષ્ણ પાંડે એક વરિષ્ઠ ભાજપ આયોજક અને પાર્ટી અધિકારી છે. તેઓ એક વરિષ્ઠ અને સમર્પિત નેતા છે જેમણે લાંબા સમયથી પાર્ટીના સંગઠનાત્મક કાર્ય અને ગ્રાસરુટ લેવલ પર પ્રચારનું નેતૃત્વ કર્યું છે.
 
પ્રિયંકા સિંહ રાવત બારાબંકીના ભૂતપૂર્વ લોકસભા સાંસદ છે અને ઉત્તર પ્રદેશ ભાજપનો એક અગ્રણી મહિલા ચહેરો છે. તેમણે 16મી લોકસભામાં બારાબંકી મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે સેવા આપી હતી અને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી છે.
 
રામ પ્રતાપ સિંહ ચૌહાણ ઉત્તર પ્રદેશ ભાજપના રાજ્ય મહાસચિવ અને પશ્ચિમ ક્ષેત્રના પ્રભારી છે. તેમણે 2017 થી 2022 સુધી આગ્રાની એતમાદપુર વિધાનસભા બેઠક પરથી ભાજપ ધારાસભ્ય તરીકે સેવા આપી હતી અને લાંબા સમય સુધી સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી છે.
 
શ્રુતિ ગંગવાર બરેલીની અર્બન કો-ઓપરેટિવ બેંકના અધ્યક્ષ અને સામાજિક કાર્યકર છે. તે IIT ગ્રેજ્યુએટ છે. શ્રુતિ ગંગવાર ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યપાલ સંતોષ ગંગવારની પુત્રી છે અને બરેલી-બહેરી ક્ષેત્રમાં સામાજિક અને રાજકીય રીતે ખૂબ સક્રિય છે.
આગળનો લેખ
રેપ અને યૌન હિંસા પર SC સખ્ત, પોલીસને પુછ્યુ - ક્રાઈમ રોકવા માટે શુ કરી રહ્યા છો ? અપરાધિઓના મનમા ખોફ પેદા કરો