1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Rajya Sabha Elections Voting

10 રાજ્યોની 24 રાજ્યસભા સીટો માટે ચૂંટણીની તારીખ જાહેર, ECI એ જાહેર કર્યુ શેડ્યુલ, જુઓ કેટલા રાજ્યની કેટલી સીટો

Election Commission of India
ભારતના ચૂંટણી પંચે જૂન-જુલાઈ 2026 માં નિવૃત્ત થનારા 24 રાજ્યસભા સભ્યોની બેઠકો ભરવા માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓની જાહેરાત કરી છે. દસ રાજ્યોમાંથી ચૂંટાયેલા 24 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જૂન-જુલાઈ 2026 માં સમાપ્ત થવાનો છે. પંચે હવે આ 24 બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 10 રાજ્યોમાં આ બેઠકો માટે મતદાન ગુરુવાર, 18 જૂન, 2026 ના રોજ થશે.

રાજ્યસભા ચૂંટણી શેડ્યુલ  

                                             
નામાંકન માટેની છેલ્લી તારીખ 8 જૂન, 2026, સોમવાર
નામાંકન ચકાસણી 9 જૂન, 2026, મંગળવાર
નામાંકન પાછા ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન, 2026, ગુરુવાર
મતદાનની તારીખ 18  જૂન, 2026, ગુરુવાર
મતદાનનો સમય સવારે 9:૦૦ થી સાંજે 4:00 વાગ્યા સુધી
મત ગણતરી 18 જૂન, 2026, સાંજે 5:00 વાગ્યા સુધી
ચૂંટણી પૂર્ણ થયાની તારીખ 20 જૂન, 2026, શનિવાર
 

અહી જુઓ ચૂંટણી સાથે જોડાયેલ બધી માહિતી 


  રાજ્ય કોણ રિટાયર થઈ રહ્યુ છે ? રિટાયરમેંટની તારીખ
1. આંધ્રપ્રદેશ અયોધ્યા રામી રેડ્ડી અલા 21.06.2026
2.   નથવાણી પરિમલ 21.06.2026
3.   પિલ્લી સુભાષચંદ્ર બોઝ 21.06.2026
4.   સના સતીશ બાબુ 21.06.2026
5. ગુજરાત રામભાઈ હરજીભાઈ મોકરીયા 21.06.2026
6.   અમીન નરહરિ હીરાભાઈ 21.06.2026
7.   ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી 21.06.2026
8.   રમીલા બેચરભાઈ બારા 21.06.2026
9. ઝારખંડ દીપક પ્રકાશ 21.06.2026
10.   શિબુ સોરેન (04.08.2025 થી ખાલી) 21.06.2026
11. મધ્યપ્રદેશ જ્યોર્જ કુરિયન 21.06.2026
12.   દિગ્વિજય સિંહ 21.06.2026
13.   સુમેરસિંહ સોલંકી 21.06.2026
14. મણિપુર મહારાજા સનજાઓબા લીશેમ્બા 21.06.2026
15. મેઘાલય વાનવેરોય ખારલુખી 21.06.2026
16. રાજસ્થાન નિરજ ડાંગી 21.06.2026
17.   રાજેન્દ્ર ગેહલોત 21.06.2026
18.   રવનીત સિંહ 21.06.2026
19. અરુણાચલ પ્રદેશ નબામ રેબિયા 23.06.2026
20. કર્ણાટક નારાયણ કોરાગપ્પા 25.06.2026
21.   ઈરાના કદાદી 25.06.2026
22.   એચ.ડી. દેવેગૌડા 25.06.2026
23.   મલ્લિકાર્જુન ખડગે 25.06.2026
24 મિઝોરમ કે. વનલાલવેણા 19.07.2026
 
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો