ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Updated : ગુરુવાર, 30 માર્ચ 2023 (19:04 IST)

Karnataka Opinion Poll: કર્ણાટકમાં BJP ને લાગી શકે છે મોટો ઝટકો, જાણો પોલ ઓફ પોલ્સના ચોંકાવનારા આંકડા

ABP Cvoter Karnataka Opinion Poll: ચૂંટણી પંચે બુધવારે (29 માર્ચ) કર્ણાટક વિધાનસભા ચૂંટણી(Karnataka Assembly Election)ની તારીખોની જાહેરાત કરી છે. રાજ્યમાં 10 મેના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને 13 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ દક્ષિણના આ રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)  અને મુખ્ય હરીફ કોંગ્રેસ (Congress)વચ્ચે ચૂંટણી જંગનું બ્યુગલ વાગી ગયું છે. જનતા દળ (સેક્યુલર) રાજ્યનો ત્રીજો મોટો પક્ષ છે.    
 
આ દરમિયાન જનતાના મનમાં શુ છે આ જાણવા માટે સી વોટરે ઓપિનિયન પોલ કર્યુ છે. આ ઓપિનિયન પોલમાં 24 હજાર 759 લોકોના મંતવ્ય લીધા છે. ઓપિનિયન પોલ કર્ણાટકમાં બધી સીટો પર કરવામાં આવ્યુ છે. ઓપિનિયન પોલમાં મર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. આ ઉપરાંત અમે તમારે માતે અનેક અન્ય એજંસેયોના પોલના પરિણામ લઈને આવ્યા છે. સૌથી પહેલા એબીપી ન્યૂઝ સી વોટરના ઓપિનિયન પોલના પરિણામ બતાવે છે. 
 
એબીપી ન્યૂઝ સી વોટરના ઓપિનિયન પોલના પરિણામો
 
એબીપી ન્યૂઝ સી વોટરના ઓપિનિયન પોલમાં કોંગ્રેસને કર્ણાટકમાં સૌથી વધુ સીટો મળી રહી છે. ઓપિનિયન પોલ અનુસાર કોંગ્રેસને કર્ણાટકમાં 115-127 સીટો મળી શકે છે. બીજેપીને 68-80 સીટો જ્યારે જેડીએસને 23-35 સીટો મળવાની ધારણા છે. અન્યને 0-2 બેઠકો મળવાની ધારણા છે.
 
કર્ણાટક પોલ ઓફ પોલ્સ
 
મેટરાઇઝ પોલમાં કોંગ્રેસને કર્ણાટકમાં 88-98 સીટો મળવાની ધારણા છે. ભાજપને 96-106 બેઠકો, જેડીએસને 23-33 બેઠકો અને અન્યને 2-7 બેઠકો મળવાનું અનુમાન છે. લોક પોલના સર્વેમાં કોંગ્રેસને 116-123 બેઠકો મળવાની ધારણા છે. ભાજપને 77-83, જેડીએસને 21-27 અને અન્યને 1-4 બેઠકો મળી શકે છે.