1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

આ તો ઉડી પતંગ

આ તો ઉડી પતંગ
N.D
દોરા સાથે જ્યારે બંધાઈ પતંગ
હવામાં ઉડવા માંડી પતંગ

ધીરે ધીરે કોશિશ કરીને
આકાશ પર ચઢવા માંડી પતંગ

ભૂરી,પીળી, લાલ-ગુલાબી
કેટલાય રંગોથી સજી પતંગ

બધા પતંગના રૂપ અનોખા
કોઈ નાની તો કોઈ મોટી પતંગ

અહીં જાય, ત્યાં જાય
કદી એક જગ્યાએ જ થંભી જાય

આને કાપો, તેને કાપો
પરસ્પર ખૂબ લડી પતંગ

દોરાના બંધનથે કપાઈને
આકાશમાંથી નીચે પડી પતંગ

આવો આવો લૂટીએ તેને
જુઓ પેલી પડી પતંગ

પતંગબાજના હાથમાં આવીને
ફરી ઉડવા માંડી પતંગ


About Writer
વેબ દુનિયા