શનિવાર, 10 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય
Written By વેબ દુનિયા|

ગાજર

ગાજર
W.D
બહુ કામની છે ગાજર
જેને ખાઈને સસલું દોડ લગાવે છે.

શિયાળ ભૂલથી જો ખાઈ લે તો
બહું મસ્તીમાં આવી જાય છે.

લાલ-લાલ તાજી ગાજર જોઈને
બોખા પણ લાળ ટપકાવે છે.

દાદાજી ગાજર ખાવાનુ કહીને
પોતે હલવો ખાય છે.

ગુસ્સો કરતી દાદીને તે રોજ
બે વાર રસ પીવડાવે છે.

ગટ્ટુ, બીટ્ટુ, ચુન્નુ-મુન્નુની ટોળકી
રમત-રમતમાં ચટ કરી જાય છે.

છોકરીઓ આવકારે છે પ્રેમથી
શહેરોમાં સ્ટોલ લાગી જાય છે.