જંગલની મસ્તી
|
બધા જાનવરોના એકબીજા સાથે મળેલા હતા મન
એકબીજાને સદા મદદ કરતા
કદી કોઈ કામની ના ન કહેતા
વાઘ શિકારીઓને દૂર રાખતો
સિંહ જંગલમાં નિયમ સંભાળતો
વાંદરો સૌને ફળ તોડી આપતો
રીંછ સૌને ખૂબ હસાવતો
જીરાફની તો વાત જ નિરાળી
ગેંડાને જોઈ સૌ પાડે તાળી,
હાથીમાં તો ધણી તાકત છે
મોટા મોટા કામ કરે ચપટી પાડી
શિયાળમાસ્તરની શાળામાં આજે રજા પડી છે
તેથી ઉંટની સવારી કરવાની સૌને મજા પડી છે.
ઘરમાં રહેવું એ તો એક સજા છે
જંગલમાં તો સૌને મજા છે.