જંગલમાં દિવાળી
|
પહોંચી ગયા એક શહેરની અંદર
જોઈને શહેરની ઝગમગતી દિવાળી
વિચારી લીધુ જંગલમાં ઉજવું દિવાળી
વીતી ગયુ વર્ષ આખું દિવાળીના દિવસ રહ્યા ચાર
દિવાળી ઉજવવાનો તેણે જંગલમાં કર્યો પ્રચાર
બધાએ આપી પરવાનગી, વગાડીને તાળી
પણ જવાબદારી બધી વાંદરને વડગાળી
જલ્દી તે તો પહોંચ્યો બજાર
દિવાળીનો સામાન લાવ્યો હજાર
ઝગમગી ઉઠ્યુ દિવાળીના દીવાઓથી જંગલ
બધાએ ખૂબ મીઠાઈ ખાધી, જંગલમાં છવાયુ મંગલ જ મંગલ
છેલ્લે જ્યારે શરૂ થઈ ફટાકડાંની માર
તારામંડળ અને ચકરીથી સૌંની આંખો થઈ ચાર
જ્યારે વાંદરાએ એક સૂતળી બોમ્બ સળગાવ્યો
ધમાકો સાંભળી જાનવરોએ તો આંતક મચાવ્યો
ઘબરાઈને જંગલ પળવારમાં થઈ ગયુ ખાલી
વાંદરાએ વિચાર્યુ કે શું જંગલમાં હવે મનાવાય દિવાળી ?