બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Modified: શુક્રવાર, 6 મે 2022 (07:53 IST)

Bal varta - ગાય અને કૂતરામાં મિત્રતા

કોઈ પણ પ્રકારની નાની-મોટી વાત હોય તો તેઓ પરસ્પર એકબીજાને અવશ્ય જણાવે છે. એક દિવસ ગાય સવારે સવારે બીજા પોળમાં ફરીને આવી અને આવતા જ તેણે પોતાના મિત્ર કૂતરાને ભ્રમણ દરમિયાન થયેલ અનુભવ સંભળાવ્યા. જેમકે કોણે તેને રોટલી ખવડાવી, કોણે તેની પૂજા કરી વગેરે વગેરે.
 
ગાયની ગાથા સાંભળી કૂતરું પણ જોશમાં આવી ગયુ અને તેઓ પણ એ જ ક્ષણે રોટલી અને પોતાની પૂજાની કામના માટે એ જ પોળમાં દોડી ગયો, જ્યાં ગાય ગઈ હતી. પરંતુ થોડી જ વારમાં તે હાંફતા હાંફતા, ફરી પાછો ફર્યો.
 
થોડો શ્વાસ લીધા પછી તે ગાયને પૂછવા માંડ્યો - તમે એ પોળમાં આંટો મારવા ગયા તો તમારી સાથે બધાએ સારો વ્યવ્હાર કર્યો, પરંતુ હું ગયો તો બાળકો મને પત્થર મારવા લાગ્યા. બીજાની તો છોડો મારી જાતિના લોકો જ મને જોઈને ભસતાં-ભસતાં મારી પાછળ એવા પડી ગયા કે જો હું ત્યાંથી જીવ લઈને નાસતો નહી તો તેઓ મને મારીને જ દમ લેતા. શુ તમે બતાવી શકો છો કે આપણી બંને વચ્ચે આવો વિપરીત વ્યવ્હાર કેમ ?
 
આ સાંભળીને ગાય બોલી - જે બીજા સાથે જેવો વ્યવ્હાર કરે છે, બીજા પણ તેમની સાથે એવો જ વ્યવ્હાર કરે છે. તુ પણ બીજી પોળોના કૂતરાં અને અજાણ્યાં લોકોને જોઈને તેમની પર ભસતો રહે છે, અને તેમની પાછળ કારણ વગર ભાગે છે. પછી તુ તેમની પાસેથી સારા વ્યવ્હારની આશા કયા આધારે રાખે છે. કૂતરાંને પોતાની ભૂલ સમજાય ગઈ. હવે તે શાંત થઈ ગયો હતો.
 
 
બાળકો, એક વાત યાદ રાખજો કે જેવુ કરશો તેવુ પામશો. તમે બીજાને જેટલો પ્રેમ અને સન્માન આપશો તેટલો જ પ્રેમ તમને સામેથી પણ મળશે. તેથી હંમેશા બધા સાથે સારો વ્યવ્હાર કરવો જોઈએ.