રવિવાર, 5 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified મંગળવાર, 3 મે 2022 (10:39 IST)

બાયડના વાત્રકગઢમાં મહિલાએ દારૂડિયા પતિથી કંટાળીને બે બાળકો સાથે ઝેર પીધું; પુત્રનું મોત, માતા-પુત્રીની હાલત ગંભીર

બાયડના વાત્રકગઢમાં મહિલાએ પતિની દારૂની વ્યસનથી કંટાળી બે બાળકો સાથે ઝેરી દવા પી લેતાં ચકચાર મચી ગઇ છે. ત્યારે દવા વધુ પડતી શરીરમાં જવાને લઈ છ વર્ષના પુત્રનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે માતા તથા અન્ય આઠ વર્ષીય પુત્રી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. આ મામલે પોલીસે માતા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર ચકચારી ઘટનાની વિગત અનુસાર વાત્રકગઢ પંથકમાં દારૂના દુષણને લઇ અનેક મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે આ ગામમાં મહિલાએ ઓચિંતું જ સૌ કોઈ હચમચી જાય તેવું પગલું ભરી દીધું હતું. દારૂના વ્યસનથી કંટાળી વાત્રકગઢ ગામના આશાબેન બળવંતસિંહ ડાભી (36) તેઓ વારંવાર તેમના પતિ બળવંતસિંહને દારૂ બાબતે હંમેશા બોલાચાલી કરતા હતા​​​ છતા પણ તેમના પતિ બળવંતસિંહને કોઈ ફરક ન પડતો હતો.ઘણા પ્રયત્નો કરવા છતા પતિને કાંઈ ફરક પડતો નહોતો છેવટે હારી અને કંટાળી ગત તારીખ 29 ના રોજ આશાબેને તેમની 8 વર્ષની પુત્રી પારુલબેન તથા 6 વર્ષના પુત્ર યુવરાજને ખેતરમાં લઈ જઈ ઝેરી દવા પી લઇ અંતિમ પગલું ભરતાં સમગ્ર પંથકમાં હલચલ મચી ગઈ હતી. તુરંત જ ગ્રામજનોને આ ઘટનાની જાણ થતાં તેઓએ 108 તથા ખાનગી વાહનમાં બાયડની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબે 6 વર્ષીય યુવરાજને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં લઇ જવાનું જણાવ્યું હતું. જ્યાં સારવાર દરમિયાન રવિવારે યુવરાજનું મોત થતાં પોલીસે માતા આશાબેન સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.સારવાર કરનાર ડો. જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું કે મહિલા તથા બંને બાળકોએ કપાસમાં ઈયળો મારવા માટેની મોનોકોટ નામની ઝેરી દવા પીધી છે જેમાં માતા તથા પુત્રી ની હાલત અત્યંત ગંભીર હોઇ વેન્ટીલેટર પર છે.બાયડ પી.આઈ એમ બી તોમરે જણાવ્યું કે મહિલાના પતિની તપાસ કરતાં તેઓ મંદબુદ્ધિ ના હોય તેમ ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે. હાલમાં મહિલા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.