રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાતના મુખ્યમંત્રી
Written By
Last Updated : મંગળવાર, 21 નવેમ્બર 2023 (07:46 IST)

Anandiben Patel's birthday- ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા આનંદીબેન પટેલ

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી રહી હતી. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના નજીકના સહયોગી આનંદીબેન પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.
 
આજે દરેક સ્ત્રી તેજસ્વી, કડક અને કાર્યક્ષમ વહીવટકર્તા છે. પરંતુ કેટલીક મહિલાઓ ખડતલ નેતા હોય છે. તેમાંથી એક મહિલા આનંદીબેન પટેલ છે, તેમને આયર્ન લેડીનું નામ પણ મળ્યું છે. તેમની સ્વચ્છ છબી તેમની સૌથી મોટી તાકાત છે. તે એક સારી શિક્ષિકા રહી છે. આ માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
 
આવો જાણીએ કોણ છે આનંદીબેન પટેલ
જ્યારે નરેન્દ્ર મોદીએ 13 વર્ષ સુધી ગુજરાતની ગાદી સંભાળી હતી. ત્યારથી આનંદીબેન પટેલ મોદીની કેબિનેટનો હિસ્સો હતા. 80 વર્ષના આનંદીબેન પટેલનો જન્મ 21 નવેમ્બર 1941ના રોજ થયો હતો. આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. આનંદીબેન પટેલ અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય હતા અને ગુજરાત સરકારમાં મહેસૂલ અને શહેરી વિકાસ મંત્રી રહી ચૂક્યા છે. આનંદીબેન પટેલ 1998માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને તે જ વર્ષે મોદી કેબિનેટનો ભાગ બન્યા હતા. વ્યવસાયે શાળા શિક્ષિકા આનંદીબેન પટેલ નોકરી છોડીને 1985માં ભાજપમાં જોડાયા હતા.
 
આનંદીબેન પટેલનો જન્મઃ-
આનંદીબેન પટેલનો જન્મ 21 નવેમ્બર 1941ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં થયો હતો. તેમનું પૂરું નામ આનંદી બેન જેઠાભાઈ પટેલ છે. તેમના પિતા જેઠાભાઈ પટેલ ગાંધીવાદી નેતા હતા. આનંદીબેને કન્યા વિદ્યાલયમાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો, ત્યારબાદ પછી કન્યાઓને આગળ અભ્યાસ માટે જિલ્લામાં સગવડ ન હોવાથી કુમાર શાળામાં પ્રવેશ લીધેલો. જ્યાં 700 છોકરાઓમાં તે એકમાત્ર છોકરી હતી. આઠમા ધોરણમાં તેને વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં એડમિશન કરવામાં આવ્યું હતું. તેમના શાળાકીય અભ્યાસ દરમિયાન એથ્લેટિક્સમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ તેમને બીર વાલા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
 
અંગત જીવન
26 મે, 1962ના રોજ, 28 વર્ષની ઉંમરે, આનંદીબેન પટેલનાં લગ્ન મફતલાલ સાથે થયા. ચાર વર્ષ મહેસાણામાં રહ્યા પછી તેઓ અમદાવાદ રહેવા આવ્યા. મફતલાલ સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મનોવિજ્ઞાનનાં પ્રાધ્યાપક હતા અને આનંદીબેન અમદાવાદ આશ્રમરોડ ખાતે આવેલી મોહીનીબા કન્યા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન ભણાવતા હતા. પછીથી તેણીએ આ જ શાળાના પ્રધાનાચાર્ય પદે સેવા આપી. 31 વર્ષનાં શિક્ષણકાર્ય પછી તેણીએ સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી. તેઓને સંજય અને અનાર નામે બે સંતાન છે.
 
અંદરથી સરળ:
આનંદીબેન પટેલને પક્ષીઓના ખૂબ શોખીન છે અને બાગકામમાં સમય વિતાવે છે. તેણી કરકસરભરી જીવનશૈલી અપનાવે છે અને વહીવટી કુશળતા માટે જાણીતી છે. તેઓ બહારથી જેટલા જ કડક છે તેટલા જ અંદરથી સરળ છે.
 
પિકનિક દરમિયાન :-
શાળાની પિકનિક દરમિયાન બે વિદ્યાર્થીનીઓ નર્મદા નદીમાં પડી હતી, તેમને ડૂબતા જોઈને આનંદીબેને પોતાની હિંમત બતાવી અને નદી કૂદીને બંન્નેને જીવતી બહાર કાઢી હતી. આનંદીબેનના આ સાહસને જોતાં તેમને રાજ્ય સરકાર દ્વારા વીરતા પુરસ્કાર પણ મેળવ્યો હતો.
 
રાજકીય પ્રવેશ :-
આનંદીબેનની આ હિંમત જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલાએ તેમને ભાજપમાં જોડાવાની પ્રેરણા આપી અને મહિલા પાર્ટીમાં જોડાવાનું કહ્યું. તે જ વર્ષે આનંદીબેન ભાજપમાં જોડાયા, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ બન્યા અને આ સમય દરમિયાન પક્ષમાં કોઈ મજબૂત મહિલા નેતા નહોતા.
 
ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી :-
આનંદીબેન પટેલ 1994માં ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. તે પછી, તે 1998ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના માંડલમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી હતી અને શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ તે હંમેશા મોદીની નજીક રહ્યા હતા. 1995માં શંકરસિંહ વાઘેલાનો બળવો હોય કે 2001માં કેશુભાઈને હટાવવાની વાત હોય, આનંદીબેન હંમેશા મોદીની પડખે રહ્યા.
 
મુખ્યમંત્રી બનવા સુધી :-
આનંદીબેન પટેલે 1998 થી 2007 સુધી ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે, શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે સેવા આપી હતી અને બાદમાં તેમણે 2007 થી 2014 સુધી મુખ્યમંત્રી તરીકે કામ કર્યું હતું.  તેમણે મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ અને શહેરી આવાસ, મહિલા અને બાળ કલ્યાણ, આપત્તિ વ્યવસ્થાપન અને મહેસૂલ મંત્રીનું કાર્ય સંભાળ્યું.