રવિવાર, 7 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રવિવાર, 1 મે 2022 (14:05 IST)

સગીરા પર બે તરુણો આચર્યું દુષ્કર્મ, વીડિયો વાયરલ

crime news in gujarati
સુરતના સલાબતપુરા માનદરવાજા વિસ્તારમાં રહેતી 14 વર્ષની તરુણીને તેના મહોલ્લામાં જ રહેતા એક તરુણે કામ છે કહી અન્ય તરુણ મિત્રને ત્યાં લઈ જઈ તારા મિત્ર સાથેના ફોટા અમારી પાસે છે, અમને કામ કરવા દે નહીંતર તારા માતાપિતાને બતાવી દઈશ તેવી ધમકી આપી તે મિત્ર સાથે મળી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. તે વેળા અન્ય બે તરુણ વોચ રાખતા હતા. દુષ્કર્મ બાદ વિડીયો વાયરલ કરી દેવાયો હતો. 
 
ત્યાં વિધર્મી તરુણ તેને ધક્કો મારી અંદર ધકેલ્યા બાદ જબરદસ્તીથી પહેલા માળે લઇ ગયો હતો. ત્યાં હાજર તરુણ મિત્ર અને વિધર્મી તરુણે તરુણીને બેડ પર બેસાડી અમારી પાસે તારા અને તારા મિત્રના ફોટા છે, અમને કામ કરવા દે નહીંતર તે ફોટા તારા માતા પિતાને બતાવી દઈશું તેવી ધમકી આપી બે ત્રણ તમાચા મારી વિધર્મી તરુણે દુષ્કર્મ કર્યું હતું.