મંગળવાર, 5 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 એપ્રિલ 2022 (17:50 IST)

પીપાવાવ પોર્ટ ખાતે ઝડપાયું 9000 કિલો ડ્રગ્સ

drugs
ગુજરાતની જળ સીમામાંથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પહેલા કંડલા અને મુંદ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. DRI, કસ્ટમ અને ATS દ્વારા હાલમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે. પોર્ટ પરથી કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં નશીલી દવાઓનો જથ્થો મળ્યો છે. ડ્રગ્સને પગલે હાલમાં તમામ સેન્ટ્રલ એજન્સીઓના સિનિયર અધિકારીઓના પીપાવાવ પોર્ટ પર પહોંચી ગયા છે.
 
9000 કિલો ડ્રગ્સ મળી આવ્યું
પીપાવાવ પોર્ટ પર જપ્ત કરેલા કન્ટેનર્સમાંથી અંદાજે 9000 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે, જે અત્યાર સુધીનું દેશનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ હોવાની સંભાવના છે. રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવા માટે જે રીતે ઉત્તરાયરણમાં દોરીને કલર પીવડાવવામાં આવે છે, તેવી રીતે સુતળી ઉપર ડ્રગ્સનો ઢોળ ચડાવીને તેને ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.