બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. કુંભ મેળો
Written By
Last Modified: બુધવાર, 22 જાન્યુઆરી 2025 (09:48 IST)

Mahakumbh 2025 - મહાકુંભમાં દેવી-દેવતાઓ કયુ રૂપ લઈને આવે છે ? જો તમને તેમની પાસેથી કોઈ વસ્તુ મળે, તો બદલાઈ જશે તમારું નસીબ

મહાકુંભનું આયોજન ચાલી રહ્યું છે, સંતો અને ઋષિઓનો મેળો પણ જામ્યો  છે.  પોતપોતાના શિબિરમાં ધૂની રમાવીને સંતો ભગવાનની ભક્તિમાં લીન છે. બીજું અમૃત સ્નાન 29 જાન્યુઆરીએ થવાનું છે. પ્રયાગરાજ પ્રશાસન અનુસાર, આ અમૃત સ્નાનમાં 8 કરોડ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનિય છે કે અમૃત સ્નાનનો પહેલો અધિકાર નાગા સાધુઓને આપવામાં આવ્યો છે. મહાકુંભમાં નાગા સાધુઓ તેમના અખાડા સાથે કલ્પવાસ કરી રહ્યા છે.
 
પ્રયાગરાજનું એક અલગ છે મહત્વ
મહાકુંભ 12 વર્ષ પછી આવે છે. તેથી એવું માનવામાં આવે છે કે મહાકુંભમાં, બધા દેવી-દેવતાઓ, યક્ષ, ગંધર્વ અને અન્ય દેવતાઓ પણ સંગમમાં સ્નાન કરવા આવે છે. કુંભ મેળો દેશમાં ફક્ત ચાર સ્થળોએ અને પાંચ નદીઓના કિનારે યોજાય છે, જેમાં ઉજ્જૈન, હરિદ્વાર, નાસિક અને પ્રયાગરાજનો સમાવેશ થાય છે. ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી, નાસિકમાં ગોદાવરી, હરિદ્વારમાં ગંગા અને પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીનો સંગમ છે. આ કારણોસર, પ્રયાગના મહાકુંભને વધુ મહત્વ આપવામાં આવે છે.
 
કયું રૂપ ધારણ કરીને આવે છે દેવી-દેવતાઓ ?
હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર, જે ભૂમિ પર મહાકુંભ મેળો યોજાય છે તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ પવિત્ર ભૂમિ પર પગ મૂકવાથી જ વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે. દરેક કુંભ મેળામાં, દેવી-દેવતાઓ પણ સંતો અને ઋષિઓના આશીર્વાદ મેળવવા માટે પૃથ્વી પર આવે છે. એવું માનવામાં આવે છે કે આ દેવી-દેવતાઓ નાગા સાધુઓનું રૂપ ધારણ કરે છે અને અમૃત સ્નાન કરે છે. જ્યારે નાગા સાધુઓનું જૂથ આગળ વધે છે, ત્યારે તેઓ પણ તેમની સાથે જોડાય છે અને ભગવાન શિવની સ્તુતિ કરે છે.
 
જો મળી જાય આ વસ્તુઓ તો...
આ સમય દરમિયાન, જો કોઈ વ્યક્તિના હાથે ફૂલ, ફૂલહાર, રાખ અથવા કોઈપણ પ્રસાદ મળે છે, તો એવું માનવામાં આવે છે કે દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાય જાય છે. ઉપરાંત, તેના બધા પાપો ધોવાઇ જાય છે અને તે મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે.