સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. કુંભ મેળો
Written By
Last Updated : સોમવાર, 20 જાન્યુઆરી 2025 (13:09 IST)

Aghori - 3 મુશ્કેલ પરીક્ષાઓને કરવી પડે છે પાર ત્યારે બને છે એક અધોરી, જાણો કેમ નથી લાગતો તેમને ડર ?

હિન્દુ ધર્મમાં અધોરી સાધુઓને નાગા સાધુઓ સાથે પણ ખૂબ ખતરનાક માનવામાં આવે છે. અધોરી સાધુ જીવન અને મૃત્યુના બંધનોથી દૂર સ્મશાન ભૂમિમા પોતાની ધૂનિ રમાવતા તપમાં લીન રહે છે. માનવામાં આવે છે કે અધોરી સાધુ તંત્ર સાધના પણ કરે છે. એક અધોરી બનવાની પ્રક્રિયાને ખૂબ જ કઠિન માનવામાં આવે છે.  આ દરમિયાન અધોરી સાધુ બનવાની લાલસાવાળા વ્યક્તિને 3 મુશ્કેલ પરીક્ષાઓમાંથી પસાર થવુ પડે છે. અંતિમ પરીક્ષામાં તો જીવ પણ ગુમાવવો પડે છે.  જો આ પરીક્ષાઓમાં કોઈ નિષ્ફળ થઈ જાય તો તે અધોરી નથી બની શકતો.  આવામાં આવો જાણીએ એ કંઈ કંઈ પરીક્ષાઓ છે.  
 
અધોરી બનવુ ખૂબ મુશ્કેલ હોય છે. એવુ માનવામાં આવે છે કે અધોરી લાશ પર એક પગ મુકી તપસ્યા કરો છો. આ ભોલેનાથના ઉપાસક માનવામાં આવે છે.  સાથે જ આ મહાકાળીની પૂજા કરો છો. અધોરી બનવાની પ્રક્રિયા મુશ્કેલ છે. તેમાં 3 પ્રકારની દીક્ષાઓ સામેલ છે. હરિત દીક્ષા, શિરેન દીક્ષા અને રંભત દીક્ષા. 
 
હરિત દીક્ષા 
હરિતા દીક્ષામાં જ અધોરી ગુરૂ પોતાના શિષ્યને ગુરૂમંત્ર આપે છે. આ મંત્ર શિષ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. શિષ્યને આ મંત્રનો જાપ નિયમિત રૂપથી કરવાનો હોય છે.  આ જાપથી શિષ્યના મન-મસ્તિષ્કમાં એકાગ્રતા બને છે અને તે આધ્યાત્મિક ઉર્જા મેળવે છે.  
 
શિરીન દીક્ષા 
શિરીન દીક્ષામાં સીખનારા શિષ્યને અનેક પ્રકારની તંત્ર સાધના શિખવાડવામાં આવે છે. શિષ્યને સ્મશાન ભૂમિમાં જઈને તપસ્યા કરવાની હોય છે. આ દરમિયાન શિષ્યને સાંપ, વીંછી વગેરેનો ભય તો રહે જ છે સાથે જ ગરમી, વરસાદ પણ સહન કરવી પડે છે. 
 
રંભત દીક્ષા 
રંભત દીક્ષા અધોરી સાધુ માટે સૌથી મુશ્કેલ અને અંતિમ દીક્ષા હોય છે. અ દીક્ષામાં શિષ્યને પોતાના જીવન અને મૃત્યુનો અધિકાર પોતાના ગુરૂને સોંપવાનો હોય છે.  ગુરૂ જે પણ કહે શિષ્યને વગર વિચારે કે પ્રશ્ન કરે તે કરવુ જ પડે છે.  એવુ કહેવાય છે કે આ દીક્ષામાં ગુરૂ પોતાના શિષ્યની અંદર ભરેલા અહંકારને બહાર નીકળવા દે છે.  આ દરમિયાન જો ગુરૂ કહે કે તમારી ગરદન પર ચપ્પુ મુકવાનુ છે તો શિષ્યએ વગર કોઈ સવાલે એ કરવુ પડે છે.  તેથી આ દીક્ષાને ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે.  આ કારણ છે કે તેમણે પોતાની જીંદગી કે મોતનો ભય નથી રહેતો.  કારણ કે અધોરી પોતાના ગુરૂને તેનો અધિકાર આપી દે છે.