મહાકુંભના મેળામાં સાસુ ખોવાય ગઈ તો ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડી વહુ, Viral Video જોઈને યુઝર્સ બોલ્યા - શુ આજના જમાનામાં પણ હોય છે આવી વહુ ?
Mahakumbh 2025 Viral Video - પ્રયાગરાજમાં 144 વર્ષ પછી મહાકુંભ લાગ્યો છે. મહાકુંભમાં કરોડોની સંખ્યામાં દેશ-વિદેશથી લોકો હાજરી આપવા આવી રહ્યા છે. સનાતન ધર્મ માનનારા લોક્કો પાવન ગંગામાં ડુબકી લગાવીને મોક્ષ માટે પ્રાર્થના કરી રહ્યા છે. મેળામાં ખૂબ ભીડ લાગેલી છે. આવામાં અનેક લોકો પોતાના પરિવારથી વિખૂટા પડી રહ્યા છે. જો કે સરકારની મદદથી તેઓ પરત પોતાના પરિજનોને પાસે જઈ પણ રહ્યા છે.
સાસુ માટે ધ્રુસકે-ધ્રુસકે રડતી જોવા મળી વહુ
મેળામાં આવી ઘટનાઓના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. જેમા પરિવારમાં પોતાના ખોવાયેલા પરિજનો માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો હાલ ઈંટર નેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને યુઝર્સને ઈમોશનલ કરી નાખ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વહુ મેળામાં ખોવાય ગયેલ પોતાની સાસુ માટે ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળી રહી છે.
વીડિયોમાં મહિલા જે શક્યત બિહારની છે જે રડતા રડતા એવુ કહેતી જોવા મળી રહી છે કે તે પોતાની સાસુ અને એક અન્ય મહિલા સાથે મહાકુંભના મેળામાં આવી હતી. પણ અહી તેની સાસ ખોવાય ગઈ છે. તે બતાવી રહી છે કે તેઓ ત્રણ લોકો હતા, પણ સાસુ ખબર નહી ક્યા જતી રહી એ ખબર જાણ થઈ નથી. તેણે પ્રશાસન પાસે મદદ માંગી છે પણ સાસુની અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી.
ફોન પર પણ સંપર્ક નથી થઈ રહ્યો
વીડિયોમાં દેખાય રહ્યુ છે કે મહિલા પોતાની સાસુના ખોવાય જવાથી ખૂબ પરેશાન છે. તે રડી રહી છે અને પોતાની સાસુને શોધવાની બધી કોશિશ કરી રહી છે. મહિલા સાથેની એક અન્ય મહિલા બતાવી રહી છે કે તેની સાસુ જે ખોવાય ગઈ તેની પાસે ફોન તો છે પણ તેની બેટરી લો હોવાને કારણે તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. આવામાં ફોન પર પણ સંપર્ક થઈ રહ્યો નથી. બીજી બાજુ અન્ય લોકો મહિલાને સાંત્વના આપતા જોવા મળી રહ્યા છે કે તેની સાસુ મળી જશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને લોકોને સુખદ આશ્ચર્ય થઈ રહ્યુ છે. એવા સમયે જ્યારે સાસુ-વહુના ઝગડા સામાન્ય થઈ ગયા છે, એ સમયે સાસુ માટે વહુને આમ પરેશાન થતી જોઈને યુઝર્સ હેરાન છે અને તે વહુના વખાણ કરી રહ્યા છે. સાથે જ સાસુને ભાગ્યશાળી બતાવી રહ્યા છે.
એક્સ પર પોસ્ટ કરવામાં અવેલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યુ, જૂના સમયની વહુ છે તેથી આટલો પ્રેમ છે આજકાલની તો રીલવાળી છે તેમને સાસ પણ ન જોઈએ ફક્ત છોકરો જોઈએ. બીજાએ લખ્યુ મોટાભાગની જો સાસુ સારી હોય છે તો વહુને પુત્રી બનાવીને રાખે છે અને વહુ પુત્રી બનીને રહે છે. મારી મમ્મી અને મારી ભાભી આવી જ છે અને મને આ જોઈને ખૂબ સારુ લાગે છે. આવુ મારા ગામમાં ખૂબ ઓછુ જોવા મળે છે. મારી ભાભીનુ બ્રેન ઓપરેશન થયુ હતુ તો મારી મમ્મી બહુ રડતી હતી.
ત્રીજાએ લખ્યુ - આ મહિલાએ ખુદને આધુનિકતાથી બચાવી રાખી છે. અન્ય એક યુઝર્સે લખ્યુ આ મહિલાનુ રડવુ સાબિત કરે છે કે પરિવારનુ આ સમાજમાં કેટલુ મહત્વ છે.