રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. લતા મંગેશકર
Written By
Last Updated : સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (13:54 IST)

લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા શાહરૂખ ખાન, ખોટા કારણથી ટ્રોલ થયો,

દેશની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. સ્વર કોકિલા તરીકે જાણીતા લતા મંગેશકરે 6 ફેબ્રુઆરી 2022ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું. શિવાજી પાર્કમાં લતા મંગેશકરને અંતિમ વિદાય આપવા સિને જગત સાથે જોડાયેલી તમામ હસ્તીઓ પહોંચી હતી. 
 
આ દરમિયાન બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ લતા મંગેશકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. શાહરૂખ ખાન સાથે તેની મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી હતી. શાહરૂખ ખાને લતા મંગેશકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપતી વખતે ફાતિહાનું વાંચી અને પછી પ્રાર્થના કરીને ધાર્મિક વિધિ પૂર્ણ કરી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક ટ્રોલ્સે આ વીડિયોનો ખોટો અર્થ લઈને ખરાબ કમેન્ટ કરી છે.