શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ગુજરાત લોકસભા સીટ 2019
Written By
Last Modified: બુધવાર, 29 મે 2019 (10:07 IST)

મોદીનુ શપથ ગ્રહણ - 6000 મહેમાનો માટે વેજ-નોનવેજ થાળી, દાળ રાયસીના અને રાજભોગ

રાષ્ટ્રપતિ ભવન કોઈ એક કાર્યક્રમ માટે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકો માટે મેહમાનવાજી કરનારા છે. નંરેન્દ્ર મોદી બીજી વાર શપથ ગ્રહણ લઈ રહ્યા છે.   આ કાર્યક્રમમાં 5000-6000 લોકો હાજર રહે તેવી આશા છે. પીએમ મોદી સાથે તેમનુ મંત્રીમંડળ પણ શપથ લેશે. 
 
બીજેપીની પ્રચંડ જીત પછી આ સમારંભ વધુ ભવ્ય હોવાના પ્રયત્ન લાગાવાય રહ્યા હતા. પણ એવુ કહેવામાં આવી રહ્યુ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીની તરફથી નિર્દેશ મળ્યા છે કે સમારંભને સાધારણ અને ગંભીર રૂપ આપવામાં આવે. આ સમારંભનુ કામ જોઈ રહેલ એક અધિકારીએ બતાવ્યુ એક ગંભીર અવસરને ધ્યાનમાં રાખતા તેને સાદગીપૂર્ણ અને ગરિમામય બનાવવા પર જોર આપવામાં આવ્યુ છે. 
શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનની બહારના પ્રાંગણમાં થશે. મુખ્ય દ્વાર અને મુખ્ય ભવનની વચ્ચે એક ભવ્ય રસ્તો બનાવામાં આવશે, જેનો ઉપયોગ રાજ્યના પ્રમુખો અને દેશોના શાસનાધ્યાક્ષોના ઔપચારિક સ્વાગત માટે કરાશે.
 
આ ચોથો એવો અવસર હશે જ્યારે વડાપ્રધાન પદનો શપથ દરબાર હોલની જગ્યાએ રાષ્ટ્રપતિ ભવનની બહારના પ્રાંગણમાં હશે. દરબાર હોલમાં અંદાજે 500 લોકોનો સમારંભ જ શકય છે. સૌથી પહેલાં ચંદ્રશેખરે 1990માં બહારના પ્રાંગણમાં વડાપ્રધાન પદના શપથ લીધા હતા, ત્યારબાદ અટલ બિહારી વાજપેયીએ 1998મા અને ત્યારબાદ 2014મા નરેન્દ્ર મોદીએ બહાર પરિસરમાં શપથ ગ્રહણ કર્યા હતા. 2014મા પીએમ મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં સાર્ક દેશોના પ્રમુખો સિવાય અંદાજે 4000 મહેમાનોએ ભાગ લીધો હતો.
 
આ વખતે સમારંભમાં 14 દેશોના પ્રમુખ, કેટલાંય દેશોના રાજદૂત, બુદ્ધિજીવી, રાજકીય એક્ટિવિસ્ટસ, ફિલ્મ સ્ટાર અને સેલિબ્રિટીને બોલાવાઇ છે. મળતી માહિતી પ્રમાણે માનીએ તો આ કાર્યક્રમમાં ક્ષેત્રીય અને રાષ્ટ્રીય પાર્ટીઓના પ્રમુખો સિવાય કેટલાંય વરિષ્ઠ રાજનેતાઓને પણ બોલાવાયા છે.
 
સમારંભ લગભગ એવો જ હશે જેવો 2014મા હતો. બહારના પ્રાંગણની કેન્દ્રીય જગ્યા પર મહેમાનોને બેસવાની વ્યવસ્થા હશે. સાંજે 7 વાગ્યે સમારંભ બાદ અતિથિઓ માટે રાત્રિભોજનની વ્યવસ્થા પણ કરાઇ છે. ડિનરમાં વેજ અને નોનવેજ બંનેની વ્યવસ્થા કરાઇ છે. રાષ્ટ્રપતિ ભવનના રસોઇઘરને નિર્દેશ અપાયો છે કે અતિથિઓમાં કેટલાંક લોકો ભારતના પૂર્વી વિસ્તારના પણ છે, જ્યાં રાત્રિભોજન ખૂબ જ હલકું ફૂલકું હોય છે. ડિનર મેન્યુમાં ‘દાલ રાયસીના’ અને રાજભોગ બનશે. જેને બનાવાની તૈયારી શરૂ થઇ ચૂકી છે. ગુરૂવાર રાત્રિના ભોજન માટે રાષ્ટ્રપતિ ભવને 48 કલાક પહેલાં જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
 
2014મા શપથ ગ્રહણ સમારંભનો સમય 6 વાગ્યે રાખ્યો હતો, જ્યારે મહેમાનોનો આવવાની પ્રક્રિયા 4.30 વાગ્યાથી શરૂ થઇ ગઈ હતી. ત્યારે ગરમી પણ ખૂબ હતી. સુરક્ષાના લીધે એ સમયે પાણીની બોટલોની પણ વ્યવસ્થા કરી શકાઇ નહોતી. આ વખતે રાષ્ટ્રપતિ ભવને કાર્યક્રમ સાંજે 7 વાગ્યે કરવાની વાત કરી  છે. આ સિવાય ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.