શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: સોમવાર, 25 માર્ચ 2019 (16:43 IST)

લોકસભાની ટિકિટ કપાતા નારાજ થયેલા દેવજીભાઇ ફતેપરા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ડોય મહેન્દ્ર મુંજપરાને ટિકિટ મળતા હાલના સાંસદ દેવજી ફતેપરા નારાજ છે. ભાજપથી નારાજ થઇ તેઓ કોંગ્રેસમાં જોડાઇ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.વિગત મુજબ દેવજીભાઇને હળવદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકિટ અપાવવા કોંગ્રેસ મોટો ખેલ પાડી શકે છે. હળવદ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ફતેપરાને ટિકિટ મળી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ માટે સુરેન્દ્રનગરના કોંગ્રેસના મોટા ગજાના નેતાએ દેવજીભાઇ ફતેપરા માટે હિલ્હી હાઇકમાન્ડને રજૂઆત કરી છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના અનેક કોળી સમાજના નેતાઓ દેવજીભાઇના સંપર્કમાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. અગાઉ હળવદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી જ દેવજી ફતેપરા ચૂંટાયા હતા અને ભાજપના ઉમેદવાર જયંતી કવાડિયાને હરાવ્યા હતા.