સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: લુણાવાડાઃ , બુધવાર, 8 મે 2024 (14:35 IST)

દાહોદ બેઠકમાં થઇ બિહાર વાળી, મહિસાગરમાં ભાજપ નેતાના પુત્રએ મતદાન બૂથમાં ઘૂસીને ઈન્સ્ટા લાઈવ કર્યું

EVM તો આપણા બાપનું છે

dahod news
dahod news
ગુજરાતમાં ગઈકાલે શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરીંગની ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યુ હતું. તેણે બુથ કેપ્ચરીંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
 
વીડિયોમાં જે બે લોકો દેખાઈ રહ્યાં છે તેમને પોલીસે પકડી લીધા
દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં 'EVM તો આપણા બાપનું છે' તેવું બોલતો હોય તેવું સંભાળાઈ રહ્યું છે.દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ મામલે ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો હતો. રીપોર્ટના આધારે ચૂંટણી પંચ હવે નિર્ણય લેશે. અધિકારી સુત્રો જણાવ્યું હતું કે,આ વીડિયોમાં બોગસ વોટીંગ થઈ હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે. વીડિયોમાં જે બે લોકો દેખાઈ રહ્યાં છે તેમને પોલીસે પકડી લીધા છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
 
કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી
દાહોદ લોકસભા બેઠકમાં મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં મતદાન વખતે બૂથ કેપ્ચરીંગ થયું હતું. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખોફ જ ના હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. તેને EVM પોતાના સાથે લઇ જવાની વાત પણ કરી હતી. વીડિયો વાઈરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો છે. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડૉ.પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેને લઈ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે.