રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2024 (12:04 IST)

રાજકોટના ભાજપના ઉમેદવાર રૂપાલા સામે લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજે કર્યો બદનક્ષીનો દાવો

rupala
રાજ્યમાં રાજકોટના ભાજપના ઉમેદવાર રૂપાલા સામે ભારો રોષ વધી રહ્યો છે. રૂપાલા સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કરાયો છે. કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટનાં રાજવી પરિવારના વંશજે આ દાવો કર્યો છે. આદિત્યસિંહ ગોહિલે રાજકોટ જિલ્લામાં કોર્ટમાં રૂપાલા સામે બદનક્ષીનો દાવો કરતા મામલો વધુ ગરમાયો છે.

રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્‍પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા આવેદન આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચિંમકી રાજપૂત અગ્રણીઓએ આપી છે. ગુજરાતની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતી વખતે આપેલા નિવેદન અંગે તાજેતરમાં વીડિયો જાહેર કરીને માફી માગવી પડી હતી. પરંતુ રાજપૂત સમાજમાં રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ રોષ હજુ પણ યથાવત છે. 

પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.