સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: સોમવાર, 3 જૂન 2024 (11:13 IST)

ચૂંટણી પરિણામો જાહેર થાય તે પહેલાં ચૂંટણીપંચ આજે પ્રેસવાર્તા કરશે

Press Conference by Election Commission of India
ચૂંટણીપંચ આજે પ્રેસવાર્તા કરશે.
 
ચૂંટણીપંચ આજે 12:30 વાગ્યે એક પ્રેસવાર્તાનું આયોજન કરશે.
 
કાલે એટલે કે ચાર જૂને ભારતની લોકસભા ચૂંટણીનાં પરિણામો આવશે.
 
સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે, આ કદાચ પહેલી વખત છે કે ચૂંટણી પૂર્ણ થયા પછી ચૂંટણીપંચ એક પ્રેસવાર્તા કરી રહ્યું છે.
 
આ પહેલાં 2019ની લોકસભા ચૂંટણી સુધી લોકસભાની ચૂંટણીના દરેક તબક્કા પછી ચૂંટણી અધિકારી મીડિયા બ્રીફિંગ કરતા હતા. જોકે, આ બ્રીફિંગ પછી બંધ થઈ ગઈ હતી.
 
ચૂંટણીપંચની આ પ્રેસવાર્તા ઍક્ઝિટ પોલ જાહેર થયા પછી થઈ રહી છે. મોટા ભાગના ઍક્ઝિટ પોલનાં અનુમાનો પ્રમાણે, ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનની જીત થશે.
 
જોકે, વિપક્ષે આ ઍક્ઝિટ પોલને ખોટા ગણાવ્યા છે. અને ઇન્ડિયા ગઠબંધને 295 બેઠકો જીતવાની આશા વ્યક્ત કરી હતી.
 
વિપક્ષના કેટલાય નેતાઓએ પોતાના કાર્યકર્તાઓ અને પોલિંગ એજન્ટોને ચાર જૂને મતગણતરી દરમિયાન સતર્ક રહેવા માટે સૂચના આપી હતી.
 
શેયર માર્કેટ સોમવારે સવારે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ લગભગ બે હજાર પોઇન્ટના ઉછાળા સાથે ખૂલ્યું હતું. નિફ્ટી પ્રિ-ઓપનિંગ એક હજાર પોઇન્ટના ઉછાળા સાથે ખૂલ્યું હતું.