સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: શનિવાર, 9 માર્ચ 2024 (16:37 IST)

ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રાનો ત્રીજો દિવસ, રાહુલ ગાંધીને મળવા હજારો લોકો ઊમટ્યા

rahul gandhi
rahul gandhi

આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા લઇને નીકળ્યા છે. ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા લઇને ખાંડીવાવ ખાતે આવી પહોંચ્યા હતા અને રાત્રી રોકાણ કર્યું હતું.
rahul gandhi
rahul gandhi

આજે સવારે ગુજરાતના ધારાસભ્યો સાથે મિટિંગ કરી બોડેલીથી ન્યાયયાત્રા નીકળી નસવાડી પહોંચી હતી. આદિવાસી મહિલાઓ પરંપરાગત નૃત્ય કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું. જે બાદ હવે રાહુલ ગાંધી ન્યાયયાત્રા સાથે રાજપીપળાના ગરૂડેશ્વર પહોંચ્યા હતા. જ્યાં રાજપીપળાના માર્ગો પર ન્યાયયાત્રા ફરી હતી.રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને આજે એનો ત્રીજો દિવસ છે.
rahul gandhi
rahul gandhi

ગઈકાલે ગોધરામાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એ બાદ પંચમહાલમાં રાહુલ ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. ત્યારે આજે 9 માર્ચના રોજ યાત્રાનો પ્રારંભ છોટા ઉદેપુરના બોડેલીથી થયો. જ્યાં ખાંડીવાવ ખાતે રાહુલ ગાંધીએ ગુજરાતના ધારાસભ્યો સાથે મિટિંગ કરી. જેમાં 13 ધારાસભ્યો, શક્તિસિંહ ગોહિલ, અમીત ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવા મિટિંગમાં હાજર રહ્યાં. મિટિંગ પૂરી થતાં બોડેલીથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. જે બાદ યાત્રા આગળ વધતા નસવાડી પહોંચી હતી. જ્યાંથી ન્યાયયાત્રા રાજપીપળાના ગરૂડેશ્વર પહોંચી અને ત્યાંના રાજમાર્ગો પર ફરી હતી.રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા લઈને નસવાડી તરફ આગળ વધ્યાં ત્યાં બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સાકાતરુઓનો આતંક જોવા મળ્યો. ભીડનો ફાયદો ઉઠાવી નેતાઓ, કાર્યકર્તાઓ સહિત લોકોના ખિસ્સા કપાયા. જેમાં વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)ના 45 હજાર ચોરાતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અત્યાર સુધી 10થી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેમાં પબ્લિકે એક ખિસ્સાકાતરુને ઝડપી પોલીસને સોંપ્યો હતો. લોકો ખિસ્સા કાતરુંને મેથીપાક આપતા પોલીસ બાઇક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.