બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. જાગૃત મતદાર
Written By
Last Updated : શુક્રવાર, 15 માર્ચ 2024 (14:10 IST)

Voter awareness- મત આપવા માટે કેવી રીતે નોંધણી કરવી

process of registration
Voter registration-  ભારત નિર્વાચન આયોગ તે ભારતીય નાગરિકો માટે ઑનલાઈન મતદાર નોંધણી સુવિધા આપે છે જેને અર્હક તારીખ ( મતદારયાદીની સુધારણાના વર્ષનો 1લી જાન્યુઆરીનો દિવસ) 18 વર્ષની ઉંમરે પહોંચી ગયા છે. નાગરિક પોતાની જાતને સામાન્ય મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે અને નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર ફોર્મ 6 ઓનલાઈન ભરી શકે છે. રજીસ્ટર  મતદારોએ તેમની નોંધણીની સ્થિતિ પણ તપાસવી જોઈએ.
 
મતદાન નોંધણી સ્થિતિ
https://electoralsearch.in/ પર આ જોવા માટે જવુ કે શું તમે મત આપવા માટે નોંધાયેલ છે. જો તમારુ નામ યાદીમા શામેલ છે તો તમે મત આપવા માટે પાત્ર છો. નહી તો તમને મત આપવા માટે નોંધણી કરાવવાની જરૂર છે. મતદાર નોંધણી માટે  https://www.nvsp.in/ પર જાઓ . 
 
મત આપવા માટે ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવો 
સામાન્ય મતદારોએ ફોર્મ 6 ભરવાની જરૂર છે (ઓનલાઈન ફોર્મની લિંક). આ ફોર્મ 'પ્રથમ વખતના મતદારો' અને 'અન્ય મતદારક્ષેત્રમાં સ્થાનાંતરિત થયેલા મતદારો' માટે પણ લાગુ પડે છે.
 
NRI મતદારે ફોર્મ 6A ભરવાની જરૂર છે (ઓનલાઈન ફોર્મની લિંક) મતદાર યાદીમાંથી કાઢી નાખવા અથવા વાંધો લેવા માટે ફોર્મ 7 ભરો (નામ, ફોટો, ઉંમર, EPIC નંબર, સરનામું, જન્મ તારીખ, ઉંમર, સંબંધીનું નામ, સંબંધનો પ્રકાર, લિંગ) વગેરેમાં કોઈપણ ફેરફાર માટે ફોર્મ 8 ભરો.એક જ મતવિસ્તારમાં રહેઠાણના એક સ્થળેથી બીજા રહેઠાણના સ્થળે પરિવર્તન માટે ફોર્મ 8A ભરો 

Edited By-Monica Sahu