વેબદુનિયાના 27 વર્ષ - ઈંટરનેટથી AI સુધી ભારતીય ભાષાઓની નવી ઉડાન
webdunia birthday
કેટલીક યાત્રાઓ ફક્ત વર્ષોમાં નથી માપી શકાતી. તે આ વાતથી ઓળખાય છે કે તેમને પોતાના સમયમાં શુ બદલ્યુ.
1999માં મધ્યપ્રદેશમાં શરૂ થયેલ વેબદુનિયા આજે 27 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ફક્ત ડિજિટલ પોર્ટલની વર્ષગાંઠ નથી, પરંતુ ભારતીય ભાષાઓની ડિજિટલ સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પણ છે, જે ઇન્ટરનેટના શરૂઆતના દિવસોમાં શરૂ થઈ હતી.
એ સમયે ઈંટરનેટ પર અંગ્રેજીનુ વર્ચસ્વ હતુ. ભારતીય ભાષાઓ માટે ડિઝિટલ દુનિયામાં સ્થાન બનાવવુ એક પડકાર હતો. વેબદુનિયાએ હિન્દીને ઈંટરનેટ પર એક સ્વતંત્ર ઓળખ આપવવાનો પ્રયાસ કર્યો અને આગળ જઈને હિન્દી સાથે અન્ય ભારતીય ભાષાઓમાં પણ પોતાની ઉપસ્થિતિ બનાવી.
આજે કરોડો પાઠકો સુધી પહોચવુ આ વાતનુ પ્રમાણ છે કે ભારતની ડિઝિટલ સ્ટોરી ફક્ત અંગ્રેજીમાં નથી લખી શકાતી. પણ હવે સ્ટોરીનો આગામી અધ્યાય શરૂ થઈ ચુક્યો છે.
AI Revolution.
હવે સવાલ ઈંટરનેટનો નથી, AI નો છે.
પહેલી ડિઝિટલ ક્રાંતિનો મોટો સવાલ હતો, શુ ભારતીય ભાષાઓ ઈંટરનેટ પર પોતાનુ સ્થાન બનાવી શકશે ? આજે સવાલ છે શુ ભારતીય ભાષાઓ AI ની દુનિયાને પણ આકાર આપશે ?
AI જે ઝડપથી અમરી સૂચના પ્રાપ્ત કરવા, જ્ઞાન મેળવવા નએ સંવાદ કરવાની રીતને બદલી રહ્યો છે. તેમા ભારત માટે સૌથી મોટો પડકાર ફક્ત તકનીક સુધી પહોચવુ નથી. પડકાર એ પણ છે કે AI ભારતની ભાષાઓ, સંસ્કૃતિ, સંદર્ભ અન વિવિધતાને કેટલી ઊંડાઈથી સમજે છે.
ભારતમાં લાખો લોકો તેમની માતૃભાષામાં વિચારે છે અને વાતચીત કરે છે. તેથી, ભારતમાં AI ની સાચી પહોંચ ફક્ત ત્યારે જ પ્રાપ્ત થશે જો તે ફક્ત ભારતીય ભાષાઓનો અનુવાદ જ નહીં કરે પણ તેમને સમજે પણ. આ તે જગ્યા છે જ્યાં ભારતીય ભાષાના માધ્યમોની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે.
Content થી Context સુધી
છેલ્લા 27 વર્ષોમાં ભારતીય ભાષા મીડિયાએ ડિઝિટલ કંટેટનો એક વિશાળ સંસાર તૈયાર કર્યો છે. સમાચાર, અભિપ્રાય, સંસ્કૃતિ, ઇતિહાસ, મનોરંજન, રમતગમત અને સામાજિક માહિતી. આ સામગ્રી AI યુગમાં નવી ભૂમિકા ભજવી શકે છે.
હવે પડકાર ફક્ત એ નથી કે અમે કેટલો કંટેટ બનાવીએ છીએ. પડકાર એ છે કે એ વિશ્વાસ, સંદર્ભિત, માળખાગત અને AI-ready હોય. કારણ કે આવનારા યુઝર્સ હંમેશા વેબસાઈટ પર જઈને માહિતી ન પણ શોધે. એ AI ને પૂછશે
“મને બતાવો…”
અને એ જવાબની ગુણવત્તા એ વાત પર નિર્ભર કરશે કે AI એ કયા જ્ઞાન દ્વારા શીખ્યુ છે અને એ જ્ઞાનનો સંદર્ભ કેટલો વિશ્વસનીય છે. આ ફેરફારને સમજવો મીડિયા માટે જરૂરી છે.
પરિવર્તન શાશ્વત છે, પણ મૂલ્યો કાયમી
27 વર્ષોમાં અમે ઈંટરનેટને બદલતુ જોયુ. વેબસાઈટ પરથી મોબાઈલ, સોશિયલ મીડિયાથી વીડિયો અને હવે AI સુધી - તકનીક સતત બદલાય રહી છે. આગળ પણ ફેરફાર રોકાવવાનો નથી. પરિવર્તન શાશ્વત છે પણ મૂલ્યો કાયમી.
તકનીક બદલાય શકે છે. પ્લેટફોર્મ બદલાય શકે છે. પાઠકનો વ્યવ્હાર બદલાય શકે છે પણ વિશ્વસનીયતા, સત્યતા, જવાબદારી અને પાઠકનો વિશ્વાસ કોઈપણ ગાળામાં મીડિયાના માળાખામાં કાયમ રહેશે. કદાચ આ જ કોઈપણ ડિઝિટલ સંસ્થાની સૌથી મોટી પૂંજી છે.
ભારતીય ભાષાઓનો આગામી અવસર
AI ભારતીય ભાષાઓ માટે એક મોટો પડકાર છે. પણ તેનાથી પણ મોટો અવસર. એક ખેડૂત પોતાના ભાષામાં AI ને ખેતી વિશે પૂછી શકે. એક વિદ્યાર્થી પોતાની માતૃભાષામાં જટિલ વિષય સમજી શકે. કોઈ નાગરિક પોતાની ભાષામાં સરકારી યોજનાઓની માહિતી પ્રાપ્ત કરી શકે. કોઈ પાઠક પોતાની ભાષામાં ઈતિહાસ, વિજ્ઞાન કે સમસામયિક ઘટનાઓને સમજી શકે.
ત્યારે AI ફક્ત તકનીક નહી રહે. તે જ્ઞાનનુ લોકતાંત્રિક માઘ્યમ બની જશે. પણ આ માટે ભારતીય ભાષાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ડિઝિટલ જ્ઞાનની જરૂર પડશે.
27 વર્ષ પછી ફરી એક શરૂઆત
વેબદુનિયાની 27 વર્ષની યાત્રાને પાછળ વળીને જોતા એક રસપ્રદ સમાનતા જોવા મળે છે.
1999 માં પડકાર હતો - ભારતીય ભાષાઓને ઈંટરનેટ સુધી પહોચાડવી
2026 માં પડકાર છે - ભારતીય ભાષાઓને AI ના કેન્દ્ર સુધી પહોચાડવી
તકનીક બદલાય ગઈ છે. માઘ્યમ બદલાય ગયુ છે. યુઝર્સનો વ્યવ્હાર બદલાય રહ્યો છે. પણ એક વસ્તુ નથી બદલાઈ. પોતાની ભાષામાં માહિતી મેળવવાની જરૂરિયાત. તેથી 27 વર્ષ પૂર્ણ થવા અમારે માટે ફક્ત અતીતનો ઉત્સવ નથી. આ ભવિષ્ય વિશે વિચારવાની તક છે.
AI ની દુનિયામાં ભારતની સૌથી મોટી તાકાત ફક્ત તેની ટેકનિકલ પ્રતિભા જ નહીં, પણ તેની સાચી તાકાત તેની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા પણ હશે.
અને કદાચ આવનારા વર્ષોનો સૌથી મહત્વપૂર્ણ સવાલ એ જ હશે.
શુ આપણે એવુ AI બનાવી શકીશુ જે ભારતની ભાષાઓ ફક્ત બોલતુ જ ન હોય પણ તે ભારતને સમજતુ પણ હોય ?
વેબદુનિયાની યાત્રા ઈંટરનેટ પર શરૂ થઈ હતી. હવે આગામી અધ્યાય AI ના યુગમાં ભારતીય ભાષાઓની નવી સ્ટોરી લખવાની છે. 27 વર્ષોથી સાથે ચાલી રહેલા કરોડો પાઠકો, પત્રકારો, રચનાકારો, સહયોગીઓ અને શુભચિંતકોને હ્રદયથી આભાર.
