બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (17:08 IST)

સાસરિયામાં રહેવું હોય તો તમારે મસાજ કરવો પડશે, જાણો આખી વાત શું છે

ઉત્તર પ્રદેશના બરેલીના કિલ્લા વિસ્તારમાં એક પરિણીત મહિલાની સામે, તેના સાસરિયાઓએ એક શરત મૂકી કે તે સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. સાસરિયાઓ કહે છે કે જો તેણીએ તેના સાસરા અને જેઠની માલિશ કરે તો જ તે અહીં જ રહી શકે. પીયરમાં રહેતી પરિણીત મહિલાએ નવ સાસરીયાઓ સામે દાવો કર્યો છે.
 
આ કેસ છે બડા ઇમામબાડા મહોલ્લા બાકરગંજનો છે. સ્થળના રહેવાસીએ 16 ફેબ્રુઆરી, 2019 ના રોજ આઈવીઆરઆઈ કોલોનીમાં રહેતા સલમાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના કેટલાક મહિના બાદ સાસરિયાઓએ દહેજની માંગણી શરૂ કરી હતી.
 
સાસુ, નંણદ અને જેઠાણીએ કહ્યું કે તમારા પિતાને સાઠ હજાર રૂપિયા પેન્શન મળે છે. અમને તેમની પાસેથી પૈસા લઈને આપો. જો તમે આ કરી શકતા નથી, તો તમારે દરરોજ તમારા સસરા, જેઠ અને નંણદોઈની મસાજ કરવી પડશે. 30 ઑગસ્ટે સાસરીયાઓએ રૂમમાં બંધ કરીને માર માર્યો હતો. આ કેસ કિલા પોલીસે સસરા નસીર, સાસુ મુન્ની, જેઠ આમિર, જેઠાણી હસીબા, નણદ શબનમ અને શહેનાઝ નંદોઇ અકરમ અને ફહિમ સાથે નોંધ્યો છે.