મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (15:16 IST)

જૂનાગઢમાં મોટર વ્હીકલ એકટ અંગે શંકરસિંહ વાઘેલાનાં પ્રહારોઃ મત આપ્યા છે તો સહન કરો

ગુજરાત એન.સી.પી ના વડા શંકરસિંહ વાઘેલા જુનાગઢમાં આવી પહોંચ્યા હતા પ્રવાસ અંગે તેમણે જણાવ્યું હતું કે જુનાગઢ ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો તેમજ પક્ષના સંગઠનને મજબૂત કરવા આ શુભેચ્છા મુલાકાત લીધી હતી સાથે સાથે આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં સંગઠનને મજબૂત કરી જનતાને મજબૂત વિકલ્પ આપવા તૈયારીઓ માટેની તેમણે આ મુલાકાતને ગણાવી હતી સાથે સાથે પત્રકારો સાથે ની મુલાકાત વખતે સરકારની નીતિઓ સામે ગર્ભિત અક્ષેપો સાથેના આકરા પ્રહારો કર્યા હતા.

સ્થાનિક પત્રકારો સાથે ટૂંકી મુલાકાતમાં તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે બે દસકા કરતાં વધારે સમયથી ગુજરાતમાં ભાજપની સરકાર છે મજબૂત વિકલ્પ ન હોવાના કારણે પ્રજાને વારેવારે તેમની પાસે જવું પડે છે મોટર વ્હીકલ એક્ટ નોટ બંધી જીએસટી જેવા સરકારના નિર્ણય પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર પાસે લાંબા સમયથી આર્થિક નીતિઓ પર કામ કરવા માટે આ ક્ષેત્રનાં જાણકાર માણસજ નથી સાથે નથી ફાઈનાન્સ ઈકોનોમી ના જાણકાર માણસ ના હોવાથી હાલ બધુ ડામાડોળ થઈ રહ્યુ છે.

અરુણ જેટલીજી પણ કાયદાના માંણસ હતા ફાઈનાન્સના નાહતા ડોક્ટર વકીલ નું કામ કરે વકીલ ડોક્ટર નું કામ કરે તો સ્વાભાવિક છે કામ બગડવાનું જ છે નોટબંધી જીએસટી જેવા આડેધડ નિર્ણયો જે બેકારી વધી છે સરકારની બે કરોડ નોકરીઓ આપવાની વાત સામે ફક્ત બેકારોની સંખ્યા વધવા પામી છે નવા નવા કાયદાની અમલવારી માટે પણ સ્થાનિક સરકાર ભાજપની હસે ત્યાં આવા કાયદાઓની અમલવારી પરાણે કરાવાશે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકાર આવા ફાયદાઓને સ્વીકારશે નહીં. 

જ્યારે ગુજરાતમાં ભાજપની સરકાર હોય આવા કાયદાઓ નહિ ચલાવે તો ઉપરથી દમ મારીને પણ કાયદાની અમલવારી કરાવાશે યુપીએની સરકાર વખતે આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો કરનારા આજે કેમ મૂંગા મંતર થઇ ગયા છે આજે રૂપિયો બોતેર ની સપાટીને પાર કરી ગયો છે તેનો જવાબ આપો હાલની સરકારની નીતિઓના કારણે ગરીબો અને બેકારો સાથે હવે પૈસાદારોને પણ આપઘાત કરવો પડે તેઓ સમય આવ્યો છે આડેધડ લાગણીઓમાં કોમવાદ ના નામે હિન્દુ મુસ્લિમ કોમવાદ અને 370 ના નામે પ્રજા લાગણીઓમાં છેતરાઈ છે.

જૂનાગઢના રોડ રસ્તાઓ અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે ગાંધીનગરના જવાબદારો ક્યારેક જૂનાગઢના પ્રવાસે છકડામાં બેસીને આવવુ જોયે ત્યારે ખ્યાલ આવે કે પ્રજા કેટલુ સહન કરવુ પડી રહ્યુ છે મજેવડી દરવાજા થી સર્કિટ હાઉસ સુધીમાં પેટનું જમેલું બહાર નીકળી આવે તેવી પરિસ્થિતિ છે આખરે પ્રજાને લાગણીઓના નામે છેતરી મત લઈ હસતા હસતા મત આપનારાઓને સહન કરવાનો વારો આવ્યો છે એવું પણ તેમણે જણાવ્યું હતું.