રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. આજ-કાલ
  3. ગણતંત્ર દિવસ
Written By

Constitution Day 2024- ભારતનું સંવિધાન(બંધારણ) 26 નવેમ્બરના રોજ બન્યુ હતુ , જાણો સંવિધાન વિશે

bandharan
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 જાન્યુઆરી,1950થી પ્રભાવિત થયુ. 26 જાન્યુઆરીના દિવસે ભારતમાં ગણરાજ્ય દિવસન રૂપમાં મનાવવામાં આવે છે. 

ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે. જેમા 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિયો છે. સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સંરચના કેટલાક અપવાદો ઉપરાંત સંઘીય છે. કેન્દ્રીય કાર્યપાલિકાના સાવિધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના સંવિધાનની ધારા 79ના મુજબ, કેન્દ્રીય સંસદની પરિષદમાં રાષ્ટ્રપતિ અને બે સદન છે જેને રાજ્યોની પરિષદ રાજ્યસભા અને લોકોનુ સદન લોકસભાના નામથી ઓળખાય છે. સંવિધાનને ધારા 74(1)માં આ વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની મદદ કરવા અને તેમને સલાહ આપવા માટે એક મંત્રીપરિષદ હશે જેના પ્રમુખ પ્રધાનમંત્રી હશે. રાષ્ટ્રપતિ આ મંત્રીપરિષદની સલાહ મુજબ પોતાના કાર્યોનુ નિષ્પાદન કરશે. આ પ્રકારની વાસ્તવિક કાર્યકારી શક્તિ મંત્રીપરિષદમાં છે જેના પ્રમુખ પ્રધાનમંત્રી છે.
constitution of India
મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકોને સદન(લોકસભા) પ્રત્યે જવાબદાર છે. દરેક રાજ્યમાં એક વિધાનસભા છે. કેટલાક રાજ્યોમાં એક ઉપરી લોકસભા છે જેને વિધાન પરિષદ કહેવાય છે. રાજ્યપાલ રાજ્યના પ્રમુખ છે. દરેક રાજ્યનો એક રાજ્યપાલ હશે અએન રાજ્યની કાર્યકારી શક્તિ તેમા સમાયેલ હશે. મંત્રીપરિષદ, જેનુ પ્રમુખ મુખ્ય મંત્રી છે, રાજ્યપાલને તેના કાર્યકારી કાર્યોના નિષ્પાદનમાં સલાહ આપે છે રાજ્યની મંત્રી પરિષદ સામૂહિક રૂપે રાજ્યની વિધાનસભા પ્રત્યે જવાબદાર છે.

સંવિધાનની સાતમી અનુસૂચીમાં સંસદ અને રાજ્ય વિધાયિકાઓની વચ્ચે વિધાયી શક્તિઓ નુ વિતરણ કરવામાં આવ્યુ છે. અવશિષ્ટ શક્તિઓ સંસદમાં છે. કેન્દ્રીય પ્રશાસિત ભૂ ભાગોને સંધરાજ્ય ક્ષેત્ર કહેવામાં આવે છે.

બીજા વિશ્વયુધ્ધની સમાપ્તિ પછી જુલાઈ 1945માં ભારત સંબંધી પોતાની નવી નીતિઓ જાહેર કરી અને ભારતને સંવિધાન સભાના નિર્માણ માટે એક કેબિનેટ મિશન ભારત મોકલ્યુ, જેમા ત્રણ મંત્રીઓ હતા. 15 ઓગસ્ટ, 1947માં ભારત આઝાદ થયા પછી આ સંવિધાન સભાની જાહેરાત થએ અને તેણે પોતાનુ કાર્ય 9 ડિસેમ્બર 1947થી પારંભ કરી દીધુ. સંવિધાન સભાના સભ્યો ભારતના રાજ્યોની સભાઓના નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા પસંદગી પામ્યા હતા. જવાહરલાલ નેહરુ, ડો રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ , શ્યામ પ્રસાદ મુખર્જી, મૌલાના આઝાદ વગેરે આ સભાના મુખ્ય સભ્યો હતા. આ સંવિધાન સભાએ 2 વર્ષ, 11 મહિના, 18 દિવસમાં કુલ 166 બેઠક કરી આ બેઠકમાં પ્રેસ અને જનતાને ભાગ લેવાની સ્વતંત્રતા હતી. ભારતીય સંવિધાન તૈયાર કરવામાં લાગ્યા 3 વર્ષ  લાગ્યા હતા. 
 
આ બંધારણ 284 સભ્યોએ તૈયાર કર્યુ છે. ડ્રાફ્ટિંગ કમિટિએ નવેમ્બર 1949માં તેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. 
 
વિશ્વનું સૌથી મોટુ બંધારણ 
 
આ બંધારણ વિશ્વમાં સૌથી મોટુ છે. તેમાં 448 આર્ટિકલ અને 12 શેડ્યુલ છે. અત્યાર સુધીમાં તેમાં 98 અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અમેરિકાનું બંધારણ સૌથી નાનુ છે.