1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 21 જુલાઈ 2025 (13:16 IST)

જો તમારા ઘરમાંથી ક્યારેક કાળો દોરો અને લીંબુ મળે તો એ કંઈ વાતનો સંકેત છે ? મળે તો શુ કરવુ જોઈએ જાણી લો

ભારતીય સંસ્કૃતિ અને જ્યોતિષમાં કાળા દોરા અને લીંબૂનુ વિશેષ મહત્વ છે. આ બંને વસ્તુઓનો ઉપયોગ મોટેભાગે ખરાબ નજર, તંત્ર મંત્ર અને નકારાત્મક ઉર્જાથી બચાવના ઉપાયો કરવામાં આવે છે. બીજી બાજુ જો ઘરમાં ક્યય અચાનક કાળો દોરો અને લીંબુ પડેલુ મળી જાય, ખાસ કરીને જો તે કોઈ ખૂણામા, દરવાજા કે મુખ્ય દરવાજા પાસે  હોય તો તેને સામાન્ય ઘટના ન સમજવી જોઈએ.  
 
આ કોઈના દ્વારા તમારા ઘર પર કરેલી તંત્ર મંત્ર વિદ્યા હોઈ શકે છે. આ ઘટના એ વાતનો સંકેત હોઈ શકે છે કે કોઈના દ્વારા તમારા તંત્ર મંત્ર કે નજર દોષ દ્વારા તમારા ઘર કે પરિવાર પર નકારાત્મક પ્રભાવ નાખવાની કોશિશ કરવામાં આવી રહી છે. કાળો દોરો અને લીંબુનો ઉપયોગ સામાન્ય રીતે નકારાત્મક શક્તિઓને બાંધવા કે કોઈપર અલૌકિક અવરોધ નાખવા માટે કરવામાં આવે છે. અનેકવાર એ પણ જોવા મળ્યુ છે કે પ્રતિસ્પર્ધા, ઈર્ષા કે દુશ્મનીને કારણે લોકો આ બધી વસ્તુઓ બીજાના ઘરની બહાર મુકી દે છે.  
 
એ પણ શક્ય છે કે આ એક સંયોગ હોય, પણ જો આવી વસ્તુ વારેઘડીએ મળે કે ઘરમાં ક્લેશ, બીમારી ધન હાનિ કે માનસિક અશાંતિ વધવા માંડે તો તેને કોઈ અલૌકિક શક્તિ કે નકારાત્મક ઉર્જાનો સંકેત માનવામાં આવે છે. આવો સેલિબ્રિટી જ્યોતિષ ચિરાગ દારૂવાલા પાસેથી જાણીએ ઘરમાં કાળો દોરો અને લીંબુ મળવા પર શુ કરી શકીએ છીએ.  
 
ઘરમાં કાળો દોરો અને લીંબુ મળવા પર કરવો ઉપાય ? આ છે ઉપાય 
 
 - તેને હાથથી ન અડશો - ચિમટા કે લાકડી કે કાગળથી ઉઠાવી લો  
- જે જગ્યાએ વસ્તુ મળી છે ત્યા ગંગાજળ છાંટી દો. લીંબુ અને કાળા દોરાને વહેતા પાણીમાં પ્રવાહિત કરો કે કોઈ સુમસામ સ્થાન પર માટીમાં દબાવી દો.  
- હનુમાન ચાલીસા, દુર્ગા સપ્તશતી કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. 
- ઘરમાં કપૂર પ્રગટાવો, લવિંગ અને ઘૂપબત્તી પ્રગટાવો જેથી વાતાવરણ શુદ્ધ રહે. 
- દર મંગળવાર કે શનિવારે ઘરની બહાર લીંબુ અને લીલા મરચાં ટાંગવાની પરંપરા છે જેથી નેગેટિવ ઉર્જા પ્રવેશ ન કરી શકે. 
- જો આવુ વારે ઘડીએ થઈ રહ્યુ છે તો કોઈ વિશ્વસનીય તાંત્રિક કે પંડિત પાસેથી ઘરની શુદ્ધિ કરાવો કે રક્ષા કવચ બંધાવો