શુક્રવાર, 31 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: બુધવાર, 29 જાન્યુઆરી 2025 (11:35 IST)

Mahakumbh 2025- PM મોદીએ CM યોગી પાસેથી મહાકુંભમાં નાસભાગની માહિતી લીધી, અકસ્માતમાં 15થી વધુ લોકોના મોત

prayagraj stampede
મહાકુંભમાં નાસભાગના સમાચાર છે. 15 લોકો ઘાયલ થયા છે અને કેટલાકને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તાત્કાલિક પ્રશાસને તાત્કાલિક ઘટનાસ્થળે રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે

સંયમ માટે અપીલ
ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયો અનુસાર કેટલીક મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે. મહાકુંભ શહેરના વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સંયમ રાખવાની અપીલ કરી છે.
 
એવું કહેવાય છે કે પ્રયાગરાજના સંગમ કિનારે અમૃતસ્નાન પહેલા રાત્રે લગભગ 2 વાગે ભાગદોડ મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આમાં કેટલાક લોકોના મોત થયા છે. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, નાસભાગ થતાં જ લોકો દોડવા લાગ્યા હતા. વહીવટીતંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.