1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: બુધવાર, 5 ડિસેમ્બર 2018 (13:53 IST)

Youtube પર રેસીપી જણાવનારી 107 વર્ષની દાદી મસ્તાનમ્માનો નિધન

Granny Mastanamma
youtube ચેનલ પર Country Foods પર સ્વાદિષ્ટ રેસીપી જણાવનારી 107 વર્ષની વૃદ્ધ મસ્તાનમ્માનો નિધન થઈ ગયું. તે ખુલ્લા ખેતમાં સરસ રેસીપીના વીડિયો બનાવતી હતી. તેના ચેનલને આશરે 12 લાખથી વધારે સબસ્ક્રાઈબ કર્યુ હતું. 
 
અભણ મસ્તાનમ્માએ સૌ વર્ષની ઉમ્ર પછી યૂટ્યૂબ પર શરૂઆત કરી સિદ્ધ કરી દીધું કે માણસ કઈ પણ કરી શકે છે. ઓગસ્ટ 2016માં તેણે તેમના પૌત્ર માટે રીંગણાનો શાક બનાવ્યા જે તેણે ખોબ પસંદ આવી. પૌત્રએ તેણે યૂટયૂબ પર નાખ્યું. એકજ રાતમાં આ વીડિયોએ લાખો લોકોએ જોયા. 
 
આંધ્રપ્રદેશના ગૂંટૂર જિલ્લાના ગુડીવારા ગામની રહેવાસી દાદી મસ્તાનમ્માના જીવનનો સફર ખૂબ સંઘર્ષપૂર્ણ રહ્યું છે. તેની 11 વર્ષની ઉમ્રમાં લગ્ન થઈ ગયા અને તે 22ની ઉમ્રમાં વિધવા થઈ ગઈ. પાંચ બાળકોની માતાએ ખૂબ સંઘર્ષ કરવું પડ્યું. તે મજૂરી કરતી હતી. બીમારીના કારણે તેની ચાર બાળકોની મૃત્યુ થઈ ગઈ અને પાંચમો પુત્ર જીવતો હતો પણ તે પણ આંધડો થઈ ગયો. 
 
મસ્તાનમ્માની ખાસિયત આ છે કે તે રેસીપી બનાવતા તેમના જીવનના બનાવ પણ સંભળાવતી હતી. એક વીડિયોમાં તેને જણાવ્યું કે એક વાર ગામના બે છોકરાઓ તેને ચિઢાવવાની કોશિશ કરી તો તેમાંથી એકને તે ધક્કો મારી દીધું જેથી તે નહરમાં પડી ગયો. પછી તેણે જ તે છોકરીની જીવ બચાવ્યું. ત્યારથી કોઈ તેને ચાડી કરવાની કોશિશ નહી કરી.