1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 5 ડિસેમ્બર 2018 (11:23 IST)

પ્રિયંકા નિકના રિસેપ્શનમાં મેહમાન બન્યા પીએમ મોદી, નવદંપત્તિને આપ્યું આશીર્વાદ

priyanka nick jonas wedding reception
શાહી અંદાજમાં લગ્ન રચાવ્યા પછી પ્રિયંકા ચોપડા અને નિક જોનસએ ત્યાં રિસેપ્શન આપ્યું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શામેલ થયા. ત્યારબાદ તે સિવાય ઘણા બીજા ગણમાન્ય માણસ, પરિવારના સભ્ય અને નજીકી મિત્ર આ સમારોહમાં શામેલ થયા. 
 
રાજસ્થાનના જોધપુરમાં લગ્ન પછી નવદંપતિ મંગળવારને રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા. સાંજે પ્રિયંકા અને નિક હોટલ તાજ પેલેસના રાજા બાગમાં ફોટા પડાવવા માટે સામે આવ્યા. લગ્નની રીતે આ રીસેપ્શન માટે પણ સુરક્ષાના ખાસ ઈંતજામ કર્યા હતા. 
 
આ આલીશાન હોટલની આસપાસ સખ્ત સુરક્ષા વ્યવસ્થા કરી અને કારણ કે પ્રધાનમંત્રી પણ રિસેપ્શનમાં શામેલ થયા તો પોલીસ ખાસ સાવધાની રાખી રહી હતી. 
 
પ્રિયંકા અને જોનાસ જ્યાં ફોટા ખેંચાવી રહ્યા હતા. તેની બેકગ્રાઉંડના કેંદ્રમાં એનપી લખ્યું હતું. બન્ને એ જ્યારે ઓગસ્ટમાં જ્યારે તેમની સગાઈની જહેરાત કરી હતી ત્યારે પણ આ નામનો બેકગ્રાઉંડ જોવાયા હતા. 
 
નિક કાળા રંગની પેંટની સાથે વેલવેટ જેકેટ પહેર્યા હતા તે ખૂબ આકર્ષક લાગી રહ્યા હતા. જ્યારે પ્રિયંકાને બેજ રંગનો લહંગો પહેર્યું હતું અને સફેદ ગુલાબના ફૂલોંનો અંબુડા બનાવ્યું હતું. પ્રિયંકા તેમાં ખૂબ સુંદર નજર આવી રહી હતી. ફોટોગ્રાફરને પોજ આપવા માટે પ્રિયંકા મુસ્કુરાવી અને પત્રકારથી કહ્યું કે અત્યારે તમને ફેમેલીથી મળાવીએ છે. 
 
પ્રિયંકા અને નિકએ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં 1 ડિસેમ્બરએ ઈસાઈ રીતીરિવાજથી લગ્ન કરી હતી. ત્યારબાદ બન્ને 2 ડિસેમ્બર હિંદુ પરંપરા મુજબ લગ્ન કરી. (Photo Credit : Instagram)