બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: ગુરુવાર, 30 મે 2019 (11:43 IST)

#ModiSarkar2 નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સભારંભની 15 ખાસ વાત

નરેન્દ્ર મોદી 30મે ની સાંજે 7 વાગ્યે પ્રધાનમંત્ર પદની શપથ લેશે. મોદી સતત બીજી વાર ભારતની કમાન સંભાળશે. તેમનો શપથ ગ્રહણ સભારંભ ઘણા હદ સુધી ખૂબ ખાસ થશે. જાણો મોદીના શપથ ગ્રહણ સભારંભની 15 ખાસ વાતોં... 
1. પાછલી વારની રીતે આ વખતે પણ નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સભારંભ રષ્ટ્રપતિ ભવનના પ્રાગંણમાં થશે. આ ચોથી વાર છે, જયારે કોઈ પ્રધાનમંત્રી કોઈ હૉલની જગ્યા રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે. તેનાથી પહેલા અટલબિહારી વાજપેયી અને ચંદ્રશેખરએ અહીં શપથ લીધી હતી. 
 
2. વીવીઆઈપી સાથે 8000 મેહમાન શામેલ થશે. આ અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા હશે. 
3. મોદીએ આજે તેમના દિવસની શરૂઆત રાજઘાટ પર મહાત્મા ગાંધી અને અટલ સમાધિ પર અટલજીને શ્રદ્ધાંજલિ આપીને કરી. 
 
4. સભારંભમાં પાકિસ્તાનને મૂકી બધા પાડોશી દેશના રાષ્ટ્રધ્યક્ષોને આમંત્રિત કરાયુ છે. બિમ્સટેકના મુખ્ય નેતાઓને સભારંભમાં શામેલ થવા માટે આમંત્રણ મોકલ્યા છે. તેમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેંડ, નેપાળ, ભૂટાન શામેલ છે. કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ અને મોરેશિસના પ્રધાનમંત્રીને પણ શપથ ગ્રહણ સભારંભ માટે આમંત્રણ કર્યું છે. 
 
5. સમારોહ માટે ઉદ્યોગપતિ મુકેશ અંબાની, ગૌતમ અડાણી, રતન ટાટા, અજય પિરામલ, જૉન ચેમ્બર્સ અને બિલ ગેટસની સાથે શાહરૂખ ખાન, રજનીકાંટ, પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ અને બેડમિટન ખેલાડી સાઈના નેહવાલ, પૂર્વ ધાવક પીટી ઉષા, ક્રિકેટર અનિલ કુંબલે, જવાગલ, શ્રીનાથ, હરભજન સિંહ, બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદ અને જિમ્નાસ્ટ દીપા કરમાકર કંગના રનૌત, સંજય લીલા ભંસાલી, કરણ જોહરને નિમંત્રણ મોકલાયું છે. 
 
6. કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શપથ ગ્રહન સમારોહમાં શામેલ થશે. સાથે જ સંપ્રગની મુખ્ય સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ પણ સભારંભમાં મેહમાન બનશે. 
 
7. અંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(આઈએમએફ) ની પ્રબંધ નિદેશક અને ચેયરમેન ક્રિસ્ટીન લેગાર્ડને પણ નિમંત્રણ મોકલાયુ છે. 
 
8. મોદીએ દેશના બધા રાજ્યના રાજ્યપાલ અને મુખ્ય્મંત્રીઓને આમંત્રિ કર્યું છે. તેને કમલ હાસન જેવા તેમના કટ્ટર વિરોધીઓને પણ આમંત્રણ મોકલ્યું છે. 
 
9. કાર્યક્રમ માટે 6 ફુટ ઉંચો સ્ટેજ બનાવ્યું છે. 
 
10. કાર્યક્રમની સમાપ્તિ પછી આશરે 600 લોકોને રાષ્ટ્રપતિ ભવનની અંદર હાઈ ટી માટે આમંત્રણ કરાશે. બાકીના મેહમાનના ખાવા-પીવાની વ્યવસ્થા ભવનની બહાર પ્રાગંણા કરાઈ છે. હાઈ ટીમાં રાજભોગ અને સમોસા સાથે બધા ડિશ હશે. 
 
11. શપથ ગ્રહણ  સભારંભમાં શરીક થતા  મેહમના માટે 'પનીર ટિક્કા' જેવા હળવા જળપાનની વ્યવ્સ્થા થશે. મેહમાનો માટે ખાસ વેજ અને નૉનવેજ બને પ્રકારના ભોજનની તૈયારીઓ કરી છે. 
 
12. પ્રધાનમંત્રી અને તેમની મંત્રી પરિષદના શપથ ગ્રહણ કાર્યક્રમ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મેજબાની વાળા રાત્રેભોજમાં વિદેશે ગણમાન્ય લોકોને રાષ્ટ્રપતિ ભવનની ખાસ રસોઈ "દાળ રાયસીના" પરોસાશે. દાળ રાયસીના બનાવવામાં ઉપયોગ થતી મુખ્ય વસ્તુ લખનૌથી મંગાવી છે. તેને આશરે 48 કલાક સુધી રાંધવું પડે છે. દાળ રાયસીનાની  તૈયારી મંગળવારે શરૂ કરાઈ હતી. 
 
13. મેહમાનના આગમનને જોતા રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષાના સખ્ય વ્યવસ્થા કરતા દિલ્હી પોલીસએ સુરક્ષા બળના 10 હજાર જવાનને તેનાત કર્યું છે. આશરે 2 હજાર જવાનને મોદી અને વિદેશી મેહમાનના આવાગમનના માર્ગ પર તેનાત કરાયું છે. 
 
14. યાતાયાત માટે ખાસ વ્યવસ્થા કરી છે અને યાતાયાત પરામર્શ જારી કર્યું છે. ગુરૂવારની સાંજે 4 વાગ્યેથી રાત્રે 9 વાગ્યે સુધી નવી દિલ્હી જિલ્લાની ઘણા સડક બંદ રહેશે અને મોટર વાહન ચાલક આ સડક પર આવવાથી બચવું. 
 
15. મૉરીશસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથ અને કિર્ગિજ ગણરાજ્યના રાષ્ટ્રપતિ સોરોનબે જીનબેકોવએ પણ આ કાર્યક્રમમાં શરીક થવાની પુષ્ટિ કરી છે.