આ દેશના નેતા બનશે મોદીના શપથ ગ્રહણ સમારોહના ખાસ મેહમાન, પાકિસ્તાનને આમંત્રણ નથી  
                                       
                  
				  				   
				   
                  				  લોકસભા ચૂંટણીમાં મળી પ્રચંડ જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મેની સાંજે 7 વાગ્યે પ્રધાનમંત્રેના રૂપમાં બીજી વાર શપથ ગ્રહણ કરશે. વિદેશ મંત્રાલયના મુજબ મોદીના આ શપથ ગ્રહણ સમારોહમાં બિમ્સટેક (BIMSTEC)ના બધા મુખ્ય નેતા શામેલ થશે. ભારતએ આ રાષ્ટ્ર પ્રમુખને નિમંત્રણ મોકલ્યા ચે. તેના પાછળ ભારતનો ઉદ્દેશ્ય પાડોશી દેશને પ્રાથમિકતા આપવી છે. બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેંડ, નેપાળ, ભૂટાન અને ભારત (BIMSTEC)ના  સભ્ય છે. 
				  										
							
																							
									  
	 
	2014માં જ્યારે મોદીએ શપથ લીધી હતી તો તે સમારોહમાં સાર્ક સભ્ય દેશના પ્રમુખ શામેલ થયા હતા. આ વખતે બિમ્સટેકના નેતા તેમાં શામેલ થશે. 30 મેની સાંજે 7 વાગ્યે પ્રધાનમંત્રી અને કેંદ્રીય કેબિનેટના બીજા સભ્યોના રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ થશે. ખબરો મુજબ આ વખતે શપથ ગ્રહણ સમારોહમ 2014 કરતા ખૂબ ભવ્ય થશે. 
				  
	 
	પ્રધાનમંત્રીના રૂપમાં નવાજ શરીફ શામેલ થયા હતા. ખબરો મુજબ આ વખતે શપથગ્રહણ સમારોહમાં પાકિસ્તાનને આમંત્રિત નહી કર્યું છે. નરેંન્દ્ર મોદી ભાજપાના એવા પહેલા નેતા છે જે પ્રધાનમંત્રી રૂપમાં 5 વર્ષ તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી બીજી વાર આ પદ માટે ચૂંટાયા છે. જવાહરલાલ નેહરૂ અને ઈંદિરા ગંધી પછી નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમત સાથે સતત બીજી વાર સત્તાના શિખર પર પહોંચતા ત્રીજા પ્રધાનમંત્રી છે.