ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 4 ફેબ્રુઆરી 2023 (12:32 IST)

દુનિયામાં ફરી PM મોદીનો ડંકો, આ દિગ્ગજ નેતાઓને પાછળ છોડીને બન્યા લોકપ્રિય નેતાઓની યાદીમાં નંબર-1

Modi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગણતરી દુનિયાઆ સૌથી લોકપ્રિય નેતાઓમાં કરવામાં આવે છે. પીએમ મોદીની વાત અને સલાહ દુનિયાના બધા નેતા માને છે બીજી બાજુ પીએમ મોદીના નામનો ડંકો એકવાર ફરીથી દુનિયાભરમાં વાગ્યો છે. પીએમ મોદી એકવાર ફરીથી દુનિયાનાં સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે.  મોર્નિંગ કંસલ્ટ (Morning Consult) ની વેબસાઈટ પર રજુ યાદીમાં પીએમ મોદી 78  ટકા ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ સાથે ટોપ પર છે.  તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત 16 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે.
 
બીજા નંબર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ
 
બીજી તરફ, આ જ લિસ્ટમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર બીજા નંબર પર છે, જેમને 68 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. જ્યારે ત્રીજા સ્થાને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ છે, જેમને 62 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. બ્રાઝિલના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને આ યાદીમાં ચોથા નંબરે સ્થાન મળ્યું છે, જેમણે 50% ની અપૂર્વલ રેટિંગ મળી છે.  આ સાથે પાંચમા નંબર પર ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની છે, જેમને આ સર્વેમાં 52%ની મંજૂરી રેટિંગ મળી છે પરંતુ 42% લોકોએ તેમને નાપસંદ કર્યા છે. આ સાથે જ આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે.
 
ટોપ પાંચમાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન બહાર 
 
ઉલ્લેખનીય છે કે આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટનનાં પીએમ ઋષિ સુનકને ટોપ પાચમાં પણ સ્થાન મળી આવ્યા છે. બીજી તરફ, સુનકે આ લિસ્ટમાં 30 ટકા એપ્રુવલ રેટિંગ સાથે 13મું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડોને 40% એપ્રુવલ રેટિંગ સાથે આઠમું સ્થાન મળ્યું છે.