સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 29 જુલાઈ 2019 (14:55 IST)

PM મોદી પહેલીવાર ડિસ્કવરી ચેનલના શો 'મૈન Vs વાઈલ્ડ' માં, બરાક ઓબામાં પણ થઈ ચુક્યા છે સામેલ

PM Modi in Man vs Wild Show પ્રધાનમંત્રી નરેન્દ મોદી 12 ઓગસ્ટના રોજ ડિસ્કવરી ચેનલના લોકપ્રિય ટેલીવિઝન કાર્યક્રમ મૈન Vs વાઈલ્ડમાં જોવા મળશે.  આ ટીવી શો પશુ સંરક્ષણ અને પર્યાવરણ પરિવર્તનના વિશે જાગૃતતા પૈદા કરવાના ઉદ્દેશ્યથે બનાવાયો છે.  મૈન Vs વાઈલ્ડ ના આ ખાસ એપિસોડને  જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ 12 ઓગસ્ટને ડિસ્કવરી ચેનલ પર રાત્રે 9 વાગે પ્રસારિત કરવામાં આવશે.  તેને દુનિયાભરના 180 દેશોમાં પ્રદર્શિત કરવામાં આવશ્  ઉલ્લેખનીય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ મૈન વર્સેઝ વાઈલ્ડ શો માં જોવા મળી ચુક્યા છે. શો ના હોસ્ટ બેયર ગ્રિલ્સ (Bear Grylls)એ ટ્વિટર પર તેને લઈને એક વીડિયો પણ ટ્વિટર પર શેયર કર્યુ છે. આ વીડિયોમાં પીએમ મોદી બેયર ગ્રિલ્સ સાથે મૈન વર્સેજ વાઈલ્ડ શો માં જોવા મળી રહ્યા છે. 

 
વીડિયોને શેયર કરતા બેયર ગ્રિલ્સે લખ્યુ છે, '180 દેશોના લોકોને પીએમ નરેન્દ્ર મોદીનો એ પક્ષ જોવા મળશે જે લોકો નથી જાણતા. પીએમ મોદી સાથે મૈન વર્સેઝ વાઈલ્ડ શો ડિસ્કવરી ચેનલ પર 12 ઓગસ્ટની રાત્રે નવ વાગ્યે જુઓ.'

 
ઉલ્લેખનીય છે કે ભારત જે કૉર્બેટ નેશનલ પાર્કમાં શૂટ કરવા ગયા એ વિશેષ એપિસોડમાં વન્યજીવ સંરક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવશે. જેમા પર્યાવરણ પરિવર્તન સાથે સંબંધિત મુદ્દા પર પ્રકાશ નાખવામાં આવશે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં કહ્યુ, 'વર્ષોથી હુ પ્રકૃતિની વચ્ચે પર્વતો અને જંગલોમાં રહ્યો. તેનો મારા જીવન પર સ્થાયી પ્રભાવ છે. તેથી મને રાજનીતિની અંદર જીવન પર ધ્યાન કેન્દ્રિત કરનારો એક વિશેષ કાર્યક્રમ વિશે પૂછવામાં આવ્યુ અને એ પણ પ્રકૃતિની વચ્ચે. 
 
પીએમ મોદીએ આગળ કહ્યુ, 'મારે માટે આ શો વિશ્વ ભારતની સમૃદ્ધ પર્યાવરણ વિરાસત અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અને પ્રકૃતિની સાથ સદ્દભાવમાં રહેવા માટે પ્રદર્શન કરવાની એક શાનદાર તક પ્રદાન કરે છે. આ એકવાર ફરીથી જંગલમાં સમય વિતાવવાનો એક શાનદાર અનુભવ હતો. 
 
દેશમાં વધી વાઘની સંખ્યા 
 
આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (Intenational Tiger Day)છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના અવસર પર વાઘોની સંખ્યા પર રિપોર્ટ રજુ કરી છે. દેશમાં વાઘની સંખ્યાને લઈને આંકડા રજુ કરવામાં આવ્યા છે.   જેના મુજબ 2014ના મુસાબલે વાઘોની સંખ્યામાં 741 વધારો થયો છે.