શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: શુક્રવાર, 27 ડિસેમ્બર 2024 (17:19 IST)

Viral Video - ટિકિટના પૈસા ન હોવાથી યુવકે ઉઠાવ્યુ જીવનુ જોખમ, ટ્રેનની નીચે સંતાઈને કરી 250kmની યાત્રા

train yatra
train yatra_ social media
જબલપુર રેલવે સ્ટેશન પર ગુરૂવારે એક એવી ઘટના સામે આવી જેને બધાને હેરાન કરી દીધુ. એક યુવકે પોતાનો જીવ હાથમા મુકીને ટ્રેન નીચે સંતાઈને યાત્રા કરી. ઈટારસીથી જબલપુર સુધી લગભગ 250 કિલોમીટરનુ અંતર તેણે પુણે-દાનાપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (12149) ના એસ-4 કોચની નીચે ટ્રોલી જેવા સ્થાન પર બેસીને કરી. જબલપુર સ્ટેશનના આઉટર પર નિયમિત રોલિંગ તપાસ દરમિયાન રેલવે કર્મચારીઓની નજર ટ્રેનની નીચે છિપાયેલા આ યુવક પર પડી. 

 
કૈરીજ એંડ વૈગન વિભાગના કર્મચારીઓએ તરત વાયરલેસના માધ્યમથી સૂચના આપી. જ્યારબાદ ટ્રેનને રોકી દેવામાં આવી. યુવકને બહાર કાઢવામાં ખૂબ મહેનત કરવી પડી કારણ કે તે ડર ને કારણે બહાર આવવાનુ ના પાડી રહ્યો હતો.  કર્મચારીઓની સખત ચેતાવણી પછી જ તે બહાર નીકળ્યો.  ટ્રેનની નીચે છિપાયેલ યુવક જ્યારે બહાર આવ્યો તો પ્લેટફોર્મ પર હાજર બધા લોકો હેરાન થઈ ગયા. 
 
યુવકે જણાવ્યુ કે તેની પાસે ટિકિટ ખરીદવાના પૈસા નહોતા, તેથી તેણે આ ખતરનાક રીત અપનાવી. તે ટ્રેનના એસ-4 કોચના પૈડા પાસે ટ્રોલી જેવા સ્થાન પર બેસ્યો હતો અને સંપૂર્ણ યાત્રા દરમિયાન પોતાનો જીવ જોખમમાં નાખીને બેસ્યો રહ્યો. રેલવે કર્મચારીઓએ તેને તરત આરપીએફ(રેલવે સુરક્ષા બળ)ના હવાલે કરી દીધો. 
 
આરપીએફે યુવકની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આ પગલુ કેમ ઉઠાવ્યુ અને શુ તેની હરકતની પાછળ કોઈ અન્ય કારણ હતુ. રેલવે અધિકારીઓએ આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્તિ કરી છે. તેમણે કહ્યુ કે જો યુવક પડી જતો કે કોઈ દુર્ઘટનાનો શિકાર થતો તો આ એક મોટી દુર્ઘટના બની શકતી હતી.