મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 એપ્રિલ 2022 (16:21 IST)

Weird wedding tradition in gujarat- વરરાજા રહે છે ઘરે અને વરની બહેન કન્યા સાથે ફરે છે લગ્નના ફેરા

Wedding Snake
સૂરત- weird wedding tradition in gujarat, ગુજરાતના છોટા ઉદેપુર શહેરમાં આદિવસીને ત્યાં લગ્ન કરવાનો અનોખુ રિવાજ છે અહીં થતા લગ્નમાં વરરાજા નહી રહે છે. લગ્નમાં વરની જગ્યા અપરિણીત બેન કે પરિવારની બીજી કોઈ અપરિણીત મહિલા વરરાજાનો પ્રતિનિધિત્વ કરે છે તેમજ વરરાજા ઘરે તેમની માતાની સાથે રોકાયેલો હોય છે. 
 
૨૧મી સદી સાથે તાલ મિલાવી રહેલા આ આદિવાસી સમુહ આધુનિક જમાના સાથે અનુરૂપ બદલાવ લાવવા સાથે દેવપ્રકોપની આમાન્યા રાખી પોતાની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે. ફેરકૂવા આસપાસના એવા ત્રણ ગામો છે કે જ્યાંથી જતી જાનમાં વરરાજા જતાં નથી કે ત્યાં આવતી જાનમાં વરરાજા આવતા નથી. વરરાજાને બદલે તેની બહેન ફેરા ફરવા માટે આવે છે.
 
મધ્યપ્રદેશને અડીને આવેલા અંબાલા, સૂરખેડા અને સનાડા ગામમાં વસતા આદિવાસી સમાજના આ રિવાજ પાછળની વાત રસપ્રદ છે. અંબાલા ગામની પાસે જમણી બાજુએ આવેલા એક નાના પર્વત ઉપર ભરમાદેવ નામક દેવતા બિરાજે છે. તેની તળેટીમાં ખૂનપાવા નામના બીજા એક દેવતાનું સ્થાન છે. ઉક્ત ત્રણેય ગામના ભરમાદેવ ગ્રામદેવતા ભરમાદેવ અને ખૂનપાવા દેવની ઉત્પત્તિ અંગે કોઇ કથા જાણી શકાઇ નહીં. પણ, વાત એવી છે કે ભરમા દેવ કુંવારા છે. તેથી તેણે સમ્માન આપવા માટે વરરાજા ઘરે જ રહે છે.