મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 એપ્રિલ 2022 (09:07 IST)

રાજકોટમાં લગ્નમાં વરવધૂને લીંબુનો હાર, તેલનો ડબ્બો ગિફ્ટ કર્યો, ધોરાજીમાં લગ્નપ્રસંગે લીંબુની ગિફ્ટ મળી

Bride and groom gifted lemon necklace
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધતાં ખાદ્ય ચીજવસ્તુઓ અને શાકભાજીના ભાવથી ગરીબ અને સામાન્ય વર્ગની આર્થિક કમર ભાંગી ગઈ છે. હાલ શાકભાજીમાં સૌથી વધુ ભાવ લીંબુનો છે. લીંબુનો ભાવ હાલ એક કિલોએ 300થી વધુ રૂપિયા હોવાથી લોકોને પરેશાની ભોગવવી પડે છે. રાજકોટમાં આયોજિત એક લગ્નપ્રસંગમાં વરવધૂને તેના મિત્રોએ લીંબુનો હાર, તેલનો ડબ્બો ગિફ્ટમાં આપ્યો હતો. અને જણાવ્યું હતું કે આ સૌથી મોંઘી ગિફ્ટ છે.ત્યારે ધોરાજીના હીરપરા વિસ્તારમાં મોણપરા પરિવારના દીકરાના લગ્નપ્રસંગમાં મોંઘવારીનો હળવો વિરોધ જોવા મળ્યો હતો. પીઠી ચોળવાની વિધિમાં રૂપિયા કે દાગીનાની જગ્યાએ મિત્રોએ મીઠાઈનાં બોક્સમાં મોંઘેરાં લીંબુની ગિફ્ટ આપી હતી.

વરરાજાને ગિફ્ટરૂપે મીઠાઈના બોક્સમાં લીંબુ અપાતાં મહેમાનો અને વરરાજાના ચહેરા પર હાસ્ય લહેરાયું હતું. ગિફ્ટ આપવાનો હેતુ કદાચ એ હશે કે લીંબુના ભાવ એટલા ઊંચકાયા છે કે લીંબુ કોઈને મોંઘી ભેટ તરીકે પણ આપી શકાય. લીંબુના વધતા જતા ભાવને કારણે અનોખી રીતે સૌકોઈનું ધ્યાન ખેંચવા હળવો વિરોધ પણ કરવામાં આવ્યો હતો, જેનાથી મહેમાનો પોતાના ચહેરા પર હાસ્ય રોકી શક્યા નહોતા.સમગ્ર ગુજરાતની અંદર શાકભાજી અને લીંબુના ભાવ વધી રહ્યા છે, એને કારણે લોકો ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે. હાલ લગ્નગાળાની સીઝન છે, જેમાં લીંબુની ખાસ જરૂરિયાત હોય છે.

આવા સંજોગોની અંદર અમારા વિસ્તારોમાં પ્રશાંત મોણપરાના લગ્નમાં વરરાજાએ અમે સોના-ચાંદી કે રોકડ રકમને બદલે લીંબુ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા છે. આડકતરી રીતે અમે સરકારને કહેવા માગીએ છીએ કે હાલમાં શાકભાજી અને લીંબુના ભાવ વધી રહ્યા છે, એને કારણે લોકો ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ ભાવો અંકુશમાં લાવવા સરકાર પ્રયાસ કરે.આ અનોખી ગિફ્ટ દ્વારા વધતા જતા લીંબુના ભાવો પર સરકાર નિયંત્રણ લાવે એવી અપીલ કરાઈ હતી. આ પહેલાં પણ એક એવો પણ ફોટો વાઇરલ થયો હતો કે વરરાજાની મિત્રોએ લગ્નમાં ભેટના સ્વરૂપે વર-વધૂને પેટ્રોલની એક લિટરની બોટલ આપી હતી.