રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 એપ્રિલ 2022 (11:34 IST)

Video: આ રીતે ટનલમાં દોડશે ટ્રેન- અમદાવાદ મેટ્રોના અન્ડરગ્રાઉન્ડ રૂટની સફર, 30ને બદલે માત્ર 7 મિનિટમાં જ શાહપુરથી કાંકરીયા પહોંચી શકાશે

અમદાવાદ મેટ્રોના અન્ડરગ્રાઉન્ડ રૂટની સફર, 30ને બદલે માત્ર 7 મિનિટમાં જ શાહપુરથી કાંકરીયા પહોંચી શકાશે અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એમ બે કોરિડોરના કુલ 40 કિલોમીટરના મેટ્રો ટ્રેન રૂટને ઓગસ્ટ 2022માં શરૂ કરી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 6.5 કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દોડશે. અમદાવાદ શહેરના સીટી વિસ્તારમાંથી ટ્રેન અન્ડરગ્રાઉન્ડ પસાર થશે. જેની ટનલનું મોટાભાગનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે.