ટાઈટલરે ઉમેદવારી પાછી ખેંચી

નવી દિલ્હી | ભાષા| Last Modified ગુરુવાર, 9 એપ્રિલ 2009 (18:42 IST)

1984માં શીખ વિરોધી તોફાનોમાં આરોપી અને સીબીઆઈની ભલામણ બાદ કોર્ટે જેને નિર્દોષ છોડ્યા છે, તે દિલ્હી ઉત્તર પૂર્વનાં ઉમેદવાર જગદીશ ટાઈટલરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.

પત્રકાર પરિષદને સંબોધિત કરતાં ટાઈટલરે જણાવ્યું હતું કે મીડિયાએ આ કેસને બરાબર સમજ્યો જ નથી. કોર્ટે મને 1999માં જ ક્લીનચીટ આપી દીધી હતી. પણ મારી સામે આવેલી અરજી બાદ સીબીઆઈએ ફરીથી તપાસ કરીને રીપોર્ટ કોર્ટને સોંપ્યો હતો. તેથી મને બીજી વખત કોર્ટ પણ ક્લીનચીટ આપી દીધી છે.

આ પ્રસંગે ટાઈટલરે કેટલાંક પુરાવાઓ પણ રજુ કર્યા હતા. તેમણે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ટાઈટલરે પોતાનું ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાની જાહેરાત કરી હતી.


આ પણ વાંચો :