મંગળવાર, 18 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 સપ્ટેમ્બર 2025 (15:42 IST)

દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન બનીને તૈયાર, જુઓ ઈંટીરિયર, જાણો ક્યારથી પાટા પર દોડશે

vande bharat
vande bharat
Vande Bharat Sleeper Train: દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન બનીને તૈયાર થઈ ગઈ છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બતાવ્યુ કે વંદે ભારત સ્લીપર ટ્રેન બનેની તૈયાર છે અને તેની ટેસ્ટિંગ પ્રક્રિયા પણ પુરી થઈ ચુકી છે. પણ કયા રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેન ચાલશે. અત્યાર સુધી તેના પર નિર્ણય થયો નથી. ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ્સ છે. 
vande bharat
vande bharat
 રેલ્વે મંત્રીએ સમજાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન જોડીમાં દોડવી જરૂરી છે. તેથી, બીજી ટ્રેન વિકસાવવામાં આવી રહી છે, જે 10 ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે. બંને ટ્રેનો તૈયાર થઈ ગયા પછી, એક રૂટ પસંદ કરવામાં આવશે અને ટ્રેનો દોડશે. કેટલાક સમયથી, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રથમ સ્લીપર ટ્રેન દિલ્હી અને પટના અથવા દિલ્હી અને વારાણસી વચ્ચે દોડશે. કેટલાક પત્રકારોએ એવો પણ દાવો કર્યો છે કે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન દિલ્હી અને કોલકાતા વચ્ચે દોડશે.
vande bharat
vande bharat
દેશમાં પહેલી સ્લીપર ટ્રેન ક્યા દોડશે એ પણ નક્કી નથી પણ સૂત્રના મુજબ પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરના અંતમાં પાટા પર દોડી શકે છે. 
 
વંદે ભારત સ્લીપર ટ્રેનનુ નિર્માણ બીઈએમએલ (BEML) દ્વારા કરવામાં આવ્યુ છે. ટ્રેનની બોડી હાઈ ગ્રેડ ઑસ્ટેનિટિક સ્ટેનલેસ સ્ટીલથી બની છે. જે તેને મજબૂત અને સુરક્ષિત બનાવે છે. તેને 160  કિમી/કલાકની ગતિ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેનું પરીક્ષણ 180  કિમી/કલાકની ઝડપે કરવામાં આવ્યું છે.
 
કોચનું આંતરિક ભાગ આકર્ષક અને આધુનિક છે, જેમાં સુધારેલી લાઇટિંગ અને ભવ્ય ડિઝાઇન છે. બર્થને રાજધાની એક્સપ્રેસ કરતા વધુ આરામદાયક બનાવવામાં આવ્યા છે. ઓટોમેટિક દરવાજા, ટચ-ફ્રી બાયો-વેક્યુમ ટોઇલેટ અને સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ પણ શામેલ છે.